________________
કહેવતસંગ્રહ
૧૫૧
ગરજ સાકરથી ગળી. કણકીઆની બાયડી, સૌની એશીઆળી.
એશીઆળી બિલાડી, ને ઊંદરની લાડી. સ –ગરજહી અર્જુન હીજ ભયે, ગરજહી ગેવિંદ ઘેન ચરાવે,
ગરજહી દ્રૌપદી દાસી ભઈ, ગરજહી ભીમ રસોઈ પકાવે; ગરજ બડી ઇન લોકનમે, ગરજ બિના કાઈ આવે ન જાવે, કવિ ગંગ કહે સુન શાહ અકબર, ગરજહી બીબી ગુલામ રીઝાવે. ૩૩૬ Necessity knows no law. Need makes the old wife trot. ૩૧૯. કૌતુક વગર હસવું હોય નહીં. ૬ કૌતુક વગર હસવું હોય નહીં. કારણ વગર કાર્ય નહીં. આગ હોય ત્યાં ધુમાડે હોય. થડ વગર શાખા નહીં. દુઃખ વગર રંગું આવે નહીં. પાડ્યા વગર ગંધાય નહીં.
No effect without cause. ૩૨૦. કાળા અક્ષરને કુટી મારે તેવે છે. છનું અર્ધ પણ જાણે નહિં. ૧૦
કાળા અક્ષરને કુટી મારે તેવો છે. છનું અર્ધ પણ જાણે નહિ. પાટલા ઉપર ધૂળ નાખી હોય ત્યારે ને. ૨ કાળા કાળા મકડા. રાતી એટલી ઝીમેલો. પત્થરને ભમરડે. બાપ ભણ્યા હતા. સખી, મારે ધણી એવો ચતુર છે કે પિતાનું લખ્યું પોતે વાંચી શકે નહીં. દેહરા–દેખાદેખી જે કરે, વણ સમજે વ્યર્થ;
વગર ભણેલે લીટા લખે, એમાં ન સરે અર્થ. મૂર્ણ કર પોથી દઈ બાંચનકું ગુનગાથ;
જયસે નિર્મલ આરસી, દઈ અંધકે હાથ. ૩૩૮ You may as well expect a cat to read.
It is all Greek and Latin to me. ૩૨૧. મરીને માળ લેવાય નહીં. ૧૦
મરીને માળો લેવાય નહીં. થાય તેટલું કરીએ.
કાંઈ કામ સારૂ મરીએ ? કાંઈ ચુલા ઉપર ચઢાય છે. ૧ કણકીઆ (કણક) લોટ માગનાર બ્રાહ્મણ ૨ ત્યારે આવડે. ૩ એક જાતનાં જીવડાં.
૩૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com