________________
૧૫૦
કહેવત સંગ્રહ
કામ વખત કાકી, નીકર મૂકે હાંકી. ગરજ સરી કે મતિ કરી. જમતો પણ ભેંસ માને ગરજકે વાસ્તે ખુદાકું પુસલાતીથી. વૈદ્ય, ભુવા ને ડાકલાં વાળા, આવે ચડ્યા ને જાય પાળા. દરદ મટયું કે વૈધ વેરી. દેહરે પડી ગરજ મન એર હે, સરી ગરજ મન એર;
ઉદેરાજ કહે મનુષ્યકે, ચિત્ત ન રહે એક ઠેર. ૩૩૪ સેરઠે-મતલબ ને મનવાર, લોક જમાડે ચુરમાં;
વિણુ મતલબ મનવાર, રાબ ન રેડે રાજીઆ. ૩૩૫ Danger passed, God is forgotten. Vows made in storm are forgotten in calm. A fig to the Doctor when cured. When the cow is old, she is soon sold, ૩૧૮. ગરજે ગધેડાને કાકે કહેવું પડે. ૧૨ ગરજે ગધેડાને કાકે કહેવું પડે. ગરજી ગામને શીઆળો. ગરજ બીચારી બાપડી, ગરજે ગોદા ખાય. ગરજીને દરદીઉં. ગરજવાનની અક્કલ જાય, ને દરદવાનની શિકલ જાય. વખત હવે બાંકા, તે ગધેકું કહેના કાકા. ગરજવાનને અક્કલ નહીં. ગરજુ કુસકાથી સ.
જમતા પણે ભેંસ માને ૧ પરણો જમવા બેડે હતો ત્યારે ભોજનને અંતે દૂધ લાવવા ઘરધણીએ કહ્યું. એટલે સ્ત્રીએ જવાબ આપ્યો કે, દૂધ તો નથી, ભેંસ વસુકી ગઈ છે. એટલે પરણાએ કહ્યું, આપણે ભેંસનું ખાડું છે, તેમાંથી એક મેક્લીશ. પણ તેને ઘેર ગયો. પણ ભેંસ મેલવી ભૂલી ગયો.
ખાડુંભેંસનું ટેળું. કાઠીઆવાડમાં આ શબ્દો વપરાય છે. ગાયનું ધણ તેને ટાળે કહે છે. બકરાનું છું તે વાઘ કહેવાય છે. બળદનું ટેળું બાળવું કહેવાય છે.
૨. એક ડેસીને એકનો એક લાડકે દીકરે માં પડ્યો. ઓસડસડ કરતાં આરામ ન જણાય. એટલે ડેસીએ માનતા કરી કે, “ખુદા મેરે બેટેકું આરામ કરે તે આભ જીતની બડી રેટી ખુદાકું ચડાઉંગી.” દીકરાને આરામ થયો. દીકરે પૂછ્યું, “આભ છતની બડી રેટી માની હે, લેકીન ઇત્તા બડા રેટી પકાનેકું તવા કહાંસે લાગી ત્યારે ડેસીએ કહ્યું કે, “ગરજકે વાસ્તે મેં ખુદાકું કુસલાતીથી.”
૩ અરથ સર્યા પછી વૈદ્ય વેરી. ૪ ઉદેરાજ એક ગેરનું નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com