________________
કહેવતસંગ્રહ
૧૪૯
ચોપાઈ—જે ગુણવાન મનુષ્ય ગણાય, કુળમાં તે દીવો કહેવાય;
હાય હજાર ગણું જરજેર, દીવ વિના અંધારૂ ઘેર. ૩૩૧ સયા-પુત સપુત, સદગુણી નાર, સદગુણ પાડોશી, નિર્મળ દસ્તદાર;
કવિ ગંગ કહે સુને શાહ અકબર, એ ચારેકે પરિવાર. ૩૩૨ ૩૧૪. એ સાચે કે જ્યાં બોલે ત્યાં ખાય તમા. ૮
એ સાચે કે જ્યાં બોલે ત્યાં ખાય તમારો. બહુ સાચું બોલ્ય સત્યાનાશ. સાચું સર્વ કાળે બોલાય નહીં. સાચા બોલો માએ માર્યો. હે બાઈ બાડી, છાસ દેજે જાડી; જેવી તારી વાણી, તેવું છાસમાં પાણું. સાચા બે સગી માને ગમે નહીં. ડાકણને મહેઓ ડાકણ કહેવાય નહીં. દેહરે અંધાને અંધ કહે, કડવું લાગે વેણ;
હળવે રહીને પૂછીએ, શાથી ખેયાં નેણુ? ૩૩૩ ૩૧૫. કાજીની કુતરી મરી ગઈ ત્યારે આખું ગામ આભડયું, કાજી
મરી ગયા ત્યારે કે નહીં. ૫ કાછની કુતરી મરી ગઈ ત્યારે આખું ગામ આભડયું,
કાજી મરી ગયા ત્યારે કાઈ નહીં. બે આંખની શરમ. આંખની શરમ મટી, એટલે મારી તુટી. શરમ જેની પડતી હોય તેની પડે. જેને આંખ નહીં, (આંધળા) તેને મહે શરમ નહીં. ૩૧૬. માણસની પરીક્ષા પંથે કે પડેસે. ૪ માણસની પરીક્ષા પંથે કે પાડોસે. માણસ જોઈએ વસીને, સોનું જોઈએ કસીને
છેલાવીએ ત્યારે હજામની પરીક્ષા. કામ ઉપરથી કારીગરની પરીક્ષા. ૩૧૭. ગુમડું ફૂટયું ને વૈદ્ય વેરી. ૧૦
(ગરજ સર્યા પછી માણસને પરવા નથી રહેતી તે વિષે.) ગુમડુ ફૂટયું ને વૈદ્ય વેરી. ગરજ સરી અમારી, શી પરવા તમારી ?
૧. જર નર=પૈસાનું જે ગમે તેટલું હોય, પણ ગુણવાન પુરૂષ વગર અંધારું ઘર ૨ કાજીની આંખની શરમ ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com