________________
કહેવત સંગ્રહ
૧૨૯
દેહરા-કશું ન નીપજે એકથી, ફેટ મન પૂલાય;
કમાડ ને તાળું મળી, ઘરનું રક્ષણું થાય. ૨૯૪ જોઈએ તેમાં એક પણ, ઓછે નહીં નીભાય; * * પાયા, ઇસ ઉપળાં, મળી ખાટલો થાય. ૨૯૫ બે જણ નીમ્યા હોય ત્યાં, એકે સરે નહીં અર્થ; . :
બે કમાડને બારણે, વાસ્ય એક તે વ્યર્થ. ૨૯૬ ૨૫૨. ગાળ એક દઈને દશ સાંભળવી. ૯
(નીચને બોલાવવાથી ગેરફાયદા વિષે.) ગાળ એક દઈને દશ સાંભળવી. કાઠી ઘોઈ કાદવ કાહાડ. રાણીને બોલાવી ચોરે બેસવું. દાસીને બોલાવી ખુણે પેસવું. ગારામાં પથરો નાંખીએ તે છાંટા ઉડે ને લુગડાં બગડે. ગાળે ગુમડાં થતાં નથી. એઠને છેડીને ઉતાર જેવું થવું.
ગાળ દે તેનું મોં ગંધાય. ભાંડે તે ભંડાય, નિંદે તે નિંદાય. ૨૫૩. પરણીને નાતરે દેવી. ૬ પરણીને નાતરે દેવી, વાતની કરનારીને વેહેલમાં બેસારવી. બેઠાં બાઈ તો કરે સગાઈ વાત કર્યાની ગુન્હેગારી લેવી.
વાત કરતાં ગળે પડવું. પૂગ્યાની પૂછામણી માગવી. ૨૫૪. હાટડી નાની ને હરક્ત ઘણ. ૧૭ હટડી નાની ને હરકત ઘણું. ઘર નાનું પણ ગડબડ મોટી. ખાનાંપીનાં બેરસલ્લા, ધીંગાણું બહેતરા. ઘડીની નવરાશ નહીં, ને પૈસાની પેદાશ નહીં. * હગવું થોડુ ને પપડાટ બહુ ચકલી નાની ને ફડકે માટે, પુજીબાઈને પરિવાર. હીરજી ગોપાળ કામમાં ને કામમાં, કામ કાંઈ નહીં ને ફુરસદ ઘડીની નહીં. બંધ થડ ને ધાંધલ ઘણી જંઇની કમાણું નહીં ને આવ જા વધારે. કામમાંને કામમાં, હડીઓ કહાડે ગામમાં. કાણ કારભાર, ને આંધળો રોજગાર, વૈકુંઠ હાનું ને ભકતોની ભીડ.
૧ વહેલ એટલે વરરાજા અગર પરણનાર પુરુષને બેસવાની ગાડી. એક સ્ત્રી બીજી કોઈ સ્ત્રીના વેવિશાળ વિષે વાત કરવા આવી, તેને જ સ્ત્રી કરી લેવી. તે વાતની ક. નારીને વેહેલમાં બેસારી. ૨ મૂર્ખ પરિવાર તેથી ધાગડીઓ બહુ કરે.
૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com