________________
કહેવત સંગ્રહ
૧૨૫
સો –તારેકી જેતમેં ચંદ છુપે નહીં, સૂર છુપે નહીં બાદલ છાયા,
રાડ પડે રાજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં ઘર માંગન આયા; ચંચલ નારીકે નેન છુપે નહીં, પ્રીત છુપે નહિં પુંઠ લગાયા, કવિ ગંગ કહે સુને શાહ અકબર, ભાગ છુપે ન ભભુત લગાયા. ૨૮૪ Lover's eyes are silent orators. ૨૩૬. હે જોઈને ટીલું કરવું. ૧૯ મહીં જેઈને ટીલું કરવું. છાણના દેવને કપાસીઆની આંખો. દેવ તેવી પાત્રી. નકટા દેવને સડક પુજારા. ગેર તેવા જજમાન. ઢેખાળાના દેવને ખાસડાની પૂજ. જેવા દેવ તેવા થાળ. ઊંટના મહેને ઝાંખરાં. મુંડા મહેને ભરડકું. લાકડા પ્રમાણે છેડ પાડવું. જેવા પૂજારા તેવા થાળ. સાજન તેવાં ભોજન. મહ જોઈને તમારો મારવો. વેહેવાઈ તે વિવાહ. નકટીને વર જોગી. મેચીના દેવને, ખાસડાંને હાર, હનુમાનને આકડો ને શંકરને બીલી. દેહરા–સ ખાય સાળ દાળ, મારે ભાગ થુલી;
હું કરમને આગળીઓ, કે તું પીરસતાં ભુલી ? ૨૮૫ નથી કરમનો આગળીઓ, ને નથી પીરસતાં ભુલી;
હ જોઈને ટીલું કર્યું, ઝાપટ બેઠે થુલી. ૨૮૬ Like saint, like offering. ૨૩૭. પ્રેમની પીડામાં વૈદું ચાલે નહીં. ૮
પ્રેમની પીડામાં વૈદુ ચાલે નહીં. ઇશ્કના દદીને ઓસડ નહીં. ઇશ્કના દર્દીને વૈદ્ય શું કરી શકે ? ઈકમાં ઘાયલ થઈ ફરે, તેને એકે મલમ કારે ન કરે, તનના રોગની દવા છે, મનના રોગની દવા નથી. બંધન તો પ્રેમનું, ને બાણ તો કામનું. બેડી પ્રેમની તેને કોણ શકે તેડી? શેર–દિલ લગા યારસ, ઊસ દિલકા છુડાના મુશ્કેલ;
ઈશ્કકા જખમે લગા, ઊસકા સીલાના મુશ્કેલ. ૨૮૭ ૧ પાત્રી=પૂજા. ૨ પાકી ઇંટના કટકા. ૩ આકડે આકડાનાં કુલ. સાળખા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com