________________
૧૨૨
કહેવતસંગ્રહ
૨૨૭. સાઠી બુદ્ધિ નાઠી. ઘરડાં તે ઘેલાં. ૯
સાડી બુદ્ધિ નાઠી. - વ વધ્યા ને અક્ષમાં ઘટયા. . ઘરડાં ને ઘેલાં. પળીએટ ને ચળીએટ (ચળેલ.) ઘરડાં થાય તેમ ગતિ જાય. ઘડપણ તે બાળપણ. બુઢા તે બાળા. ઘડપણમાં અંગ ઢીલા થાય, તેમ લુલી (જીભ) વધે. ઘડપણમાં લઘુ લાળ ને લવરી વધે.
Old age is second dotage. ૨૨૮. બેઠાની ડાળ કાપવી નહીં. ૧૦
બેઠાની ડાળ કાપવી નહીં. ખાવાની થાળીમાં હળવું નહીં. આંખ કાણ કરવી પણ દિશા કાણી કરવી નહીં.. વિસામાનું ઠેકાણું બગાડવું નહીં. ખારા દરિયામાં મીઠી વીડી. દસ્ત વગર દુનીઆ સુની અથવા અકારી. ખાવું તેનું ખોદવું નહીં. આશ્રયના સ્થાનને અવિચળ વાંચવું. લુણહરામ થાવું નહીં. લુણને સાચે તેને પ્રભુ રાચે.
Cast not dirt in the well that gives you water. ૨૨૯ નાક વાઢીને અપશુકન કરવા. ૩ નાક વાઢીને અપશુકન કરવા.'
આંખ કાણું કરીને વેર લેવું. હું મરું, પણ તને રાંડ કહેવરાવું.' ૨૩૦. પેટથી સૌ હેઠ. પેટ દુનીઆમાં સૌથી વહાલું છે. ૧૯
પેટથી સહુ હેક. પેટથી વહાલું કોઈ નહીં. પહેલી પૂજા પેટની, પછી દેવની. પેટ ભર્યું એટલે પાટણ ભર્યું. આપ જમ્યા એટલે જગત જગ્યું. પહેલે ઘરમે, પીછે મસજીદમેં. યથા દેહે તથા દેવે. પહેલું પિટનું ને પછી પારકાનું. આંગળીથી નખ વેગળા તેટલા વેગળા. સૌને હાથ માં ભણી વળે, પિંડથી વહાલું કાઈ નહીં. પિંડે તે બ્રહ્માંડે. પેટ ને પેહેરણું સાથે જ હોય.
૧ દિશા કાણું કરવી એટલે મિત્ર ગુમાવ. ૨ મીઠા પાણીને વીરડે ખારા દરિયામાં મળે તેનાં જતન કરી સંભાળ. ૩ વાંચવું ઇચ્છવું. ૪ બીજાને અપશુકન કરવા પોતાને નાક કાપવું. ૫ ભાઈડે પોતાની સ્ત્રી ઉપર ક્રોધે ભરાયે એટલે તેને રાંડ” કહી. બાઈડીએ કહ્યું, “તમે બેઠાં હું રાંડ કહેવાઊં નહીં.” ત્યારે પુરુષે કેધ ચડ્યો હત માટે કહ્યું, “હું મરું, પણ તને રાંડ કહેવરાવું.” ૬ પહેરણું કમર હેઠે પહેરવાનું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com