________________
કહેવતસંગ્રહ
Avarice is the root of all evils. The avarice blinds our eyes. The miser is ever in want.
A covetous man is his own torturer. ૧૧૫. મુખમેં રામ બગલમેં છુરી, ભગત થયા પણ દાનત બુરી. ૨૯
(હેડે મીઠું બેલી મનમાં કપટ રાખે તેવા વિષે.). મુખમ રામ બગલ મેં છુરી, ભગત થયા પણ દાનત બુરી. બોલવાનું મીઠું, આપવાનું કહ્યું, ને ન પડે દીઠું.' હરિગુણ ગાતી ને હૈયામાં કાતી. મહેડે રામ પુકારે, ને પગે માછલાં મારે. હેના મીઠા ને હૈયાના મેલા. ડોકમાં માળા, ને પેટમાં લાળા. ઘણી ભક્તિએ છીનાળું, ને ઘણે વેપારે દિવાળું. બગ ભગત કે ઠગ ભગત. ભગત જગતકું ઠગત. જાહેર રહેમાનકા, બાતીન સયતાનકા. દેખાડે ગળાને આપે ચડવા. મહેડે મીઠાશ ને પેટમાં પાળી. નામ ખુદાનું લે ને કામ સયતાનનાં કરે. હાથીના દાંત દેખાડવાના જુદા ને ચાવવાના જુદા. આપવા લેવાનાં કાટલાં જુદાં. મહેડે પર્વત ને પેટમાં કરવત. રામ નામ જપના, પરાયા માલ અપના. બાવ બેઠે જપે ને જે આવે તે ખપે. કીડીને ખાંડ નાંખે, ને માણસને મારે. શેઠ ઢસળા પણ કાટલાં કુડાં. બિલાડાએ કેદાર કંકણ પહેર્યું. મીઠી છરી ને ઝેરની ભરી. લીટે લીટે ચલો મારા ભાયલા, ખાડામાં છે ગદબદી. વાઘના અપવાસમાં પણ ભેદ સમજો.
૧ દીઠું=ઊઘાડું, જાહેર. ૨ કાતી છરી. ૩ બાતીનઅંદરથી. ૪ ધર્માત્માને ડળ કરી, ઊંદરને છેતરવાને ઉપાય. ૫ રામે ને રતને બે કળી હતા તે કાશી, મથુરાં, હરદ્વાર, જગન્નાથ, રામેશ્વર, દ્વારકા આદિ તીર્થ કરી ઘેર આવ્યા. ગામના પાદરમાં એક ખાડે પાણીથી ભર્યો હતો, તેમાં માછલાં ઘણાં હતાં તે જોતાં મારીને લઈ જવાની ઇચ્છા થઈ. પાસે કોઈ સાધન નહીં તેથી એમને એમ ઘેર ગયા, પણ પિતાની પાસે લાકડી હતી તેનાથી બીજાને માર્ગ દર્શાવવા ખાડા આગળથી લટ ધુળમાં કરતા ચાલ્યા. તે ઘેર આવીને પિતાના કુટુંબીઓને કહે છે કે “લીટ લીંટ ચલે મારા ભાઈલા, ખાડામાં છે ગદબદી.” તે સાંભળી કુટુંબીઓ લીંટે લીંટે ચાલીને ખાડા પાસે ગયા અને પુષ્કળ માછલાં મારીને ઘેર લાવ્યા. ૬ એક વાથે અપવાસ કર્યો, બે ચાર જાનવર આવ્યાં તેમને આજ મારે
૧ ૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com