________________
૧૮
કહેવતસંગ્રહ
૧૫૦
મુશ્કેલીમાં મિત્રની, ખરી કસેટી થાય; હીરે સંધાડે ચડે તો જ ચમક પરખાય. ૧૪૭ સજજન વનવેલી ભલી, કર ઝાડશું પ્રીત;
સુકે પણ મૂકે નહીં, એ સજજનની રીત. ૧૪૮ સેરઠો-પ્રીત ઊતારે પાર, એ વિરલા લાધે જગત;
હેતુ મળે હજાર, મતલબ આપણું મેતી આ. ૧૪૯ ચોપાઈ–ધીરજ ધર્મ મિત્ર અરૂં નારી;
આપત્તિ કાળ પરખીએ ચારી. A friend in need is a friend indeed. ૮૮. જાત વિના ભાત પડે નહીં. ૧૨
(કુળ અથવા સુખમ પ્રમાણે ગુણ વિષે.) જાત વગર ભાત પડે નહીં. ખાનદાન વગર ખેરખ્વાહી નહીં. ભીંત વગર ભાર ઝીલે નહીં. જાત ઉપર ભાત, ને કામળ પર બીબાં. જાત કાંઈ છાની રહેતી નથી. બે છીપનું મેતી તે જાતવાન. ધન જીરવે વાણીઓ, ખાણ છરવેર ભેંસ વિપત્તિમાં જાતની કસોટી થાય. દેહરા–ધરા વિધાન નનીપજે, કુલ વિણ માઠું નહોય;
ઓઢા ઘેર જખરે તે, જેની મા હોથલ હેય. ૧૫૧ ઊદ્યમથી લક્ષ્મી મળે, મને દ્રવ્યથી માન; દુલૅભ પારસ જગતમાં, મળવો મિત્ર સુજા. ૧૫ર જોઈ વહોરીએ જાત, જાતે જોખો લાગે નહીં
પડે પટોળે ભાત, વઢે પણ વેડે નહીં. ૧૫૩ સેરઠે–જોઈ વહોરીએ જાત, વરસાળે વેડે નહીં;
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. ૧૫૪ ૮૯. ભાવ ખાધા વગર કહ્યું કરે. ૩
(કહ્યાગરા માણસ વિષે.) ગા કહેતાં ગાય ને ભણુ કહેતાં ભણે, એવા દીકરા તો કેક મા જણે. ચાકર તેરા, પણ કહ્યા ન કરું. કહે ત્યારે ભાવ ખાય.
૧ લાધે=મળે, જડે. ૨ જીરવે ખમી શકે કે પચાવે. ૩ માદ્ધ=મરદ પુરૂષ, પરાક્રમી. ૪ ઓઢે અને હોથલ બને ઊંચા કુળનાં શુરવીર હતાં, તેમને દીકરે જખરે થયે તે શુરવીર હોય તેમાં નવાઈ શું? પ ડે નડે, ભુંડું કરે. ૬ વેડે=નડે. ૭ મેં થાય, આનાકાની કરે, મરડાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com