________________
૫૪
કહેવત સંગ્રહ
દેહરા નિર્વિકલ્પ આનંદમય, સ્વ સ્વરૂપ નિર્લેપ;
મનકી જેસી ભાવના, તેસા ફલ તેહી દેત. ૧૩૩ સરિતા સબ ગંગા ભઈ, પથ્થર શાલિગ્રામ;
તુલસી સબ વૃંદા ભઇ, જબ ચિ આત્મારામ. ૧૩૪ Faith is everything.
A clear conscience is the best divinity. ૮૦. તુરત દાન મહા પુણ્ય. અડબેથને ઉધારે નહીં. ૧૦
તુરત દાન મહા પુણ્ય. રૂડા કામને મુહુર્ત શું? લાંચ, ભાડુ ને દક્ષિણાને ઉધારો નહીં. ધર્મનાં કામમાં ઢીલ નહીં. અડબોથને ઉધારે નહીં. પર્વણનાં દાન, તેજ કાળે દેવાય. દેવું ત્યારે વાયદે શો ? અલ્લા દેવે, પણ હા હા કે દેવે તે દુઃખદાયક). એક ઘા ને બે કટકા. દેહરે–આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ બુદ્ધિ બ્રહ્મ;
તરત બુદ્ધિ તરકડ, ઘુમે મારે ઘમ. ૧૩૫ He doubles his gift who gives in time, A gift long waited is sold and not given,
A gift with a kind countenance is a double present. ૮૧. દલાલે દીવાળું નહીં ને મસીદે ખાતર નહીં. ૧૭ દલાલે દીવાળું નહીં ને મસીદે ખાતર નહીં. અરે હાથ, પર હાથ, રક્ષા કરે ગુરૂ ગોરખનાથ. મફતનું ખાવું ને મસીદે સુવું. ગાં—એ હાથ ને જગન્નાથ. બાવા ને બગલમાં લંગોટી. નાગો નહાય શું ને નીચે શું? હાથમાં મુશળ, જ્યાં પડ્યા ત્યાં પ્રેમને કુશળ. લે લેટી ને માર લંગોટી. નાગી પહેરે તાપ ને ભૂખી ખાય બી. કેરાં(કેરડાં)નું અથાણું તેમાં કાપે શું ને કરડે શું? ફકીરાં મસીદ, જયાં પડ્યા ત્યાં નચિંત.
ખભે પિતીયું લઈ ફરે, તેને કેાઈ કરે?
૧ આત્મજ્ઞાન થાય તે બધાં તીર્થ હૃદયમાં છે. ૨ પાઠાન્તર, ગોદ મેલે ઘમ. ૩ તાપગુણપાટનું લગ, પાથરણાં જેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com