________________
કહેવતસંગ્રહ ૭૮. જોગી જુગત જાના નહીં, કપડે રંગે તે કયા હુવા ૧૩ જોગી જુગત જાના નહીં, કપડે રંગે તો ક્યા હુવા? ભગવે લુગડે સંત થવાતું નથી. ગધેડે વાઘનું ચામડું ઓઢે, પણ તેથી વાઘ થાય નહીં. માથું મુંડા જતિ નહીં, ને ઘુંઘટ તાણે સતી નહીં. પાઘડી પહેરવાથી ભાયડા થવાય નહીં. માથું મુંડાવ્યું, પણ મન મુંડાવ્યું નહીં ત્યાં સુધી સંત નહીં. એકલા તપે બા થવાય નહીં. બગ ધ્યાન ધરે તપસ્વી નહીં. વેશ લીધો વૈરાગને, પણ ભજવ કઠણ છે. ધર્મનું નામ, સ્વાર્થનું કામ. સેરઠા-ભટકે લઈને ભેખ, ઘર ઘર અલેક જગાવતા;
દુનિયાના ઠગ દેખ, મળશે ઝાઝા મેતીઆ. ૧૩૦ પડે મેટાં પાપ, પંથ વહે બાથ ભીડે;
અળગા રહીએ આપ, મેલા માણસ મોતીઆ. ૧૩૧ છ –જટા વધારે વડ વૃક્ષ, કીટ બાળે છે કાયા,
જળચર જળમાં નહાય, બગ બહુ ધ્યાને ધાયા; ગરધવ લોટે છાર, શુક રામ નામ જ ભાખે, ગાડર મુંડાવે શિશ, અજામુખ ડહાડુ રાખે; મેર તજે છે માનની, શ્વાન સકલનું ખાય છે,
શામળ કહે સાચા વિના, કાણુ સ્વર્ગમાં જાય છે? ૧૩૨ All hoods make no monks. ૭૯ મન ચંગા તે કથરેટમાં ગંગા. ૧૩ મન ચંગા તો કથરોટમાં ગંગા. મન રાશી તે શું કરે ગયા કાશી? ભાવના તેવી સિદ્ધિ. ઘેર બેઠાં ગંગા આવી. યકીન બડા કે દેવ? ભાવ સહિત ભક્તિ ફળે છે. મન મથુરા, ચિત્ત કાશી, હેડે શાલિગ્રામ, આસ્થા ફળે છે. શ્રદ્ધા મોટી વાત છે. ભાવ વિના ભક્તિ નહી. મન ગમનાં તે હૃદયમેં જપનાં.
૧ લેખ લઈને ભટકનારા દુનિયાના ઠગ બહુ મળશે, પોતે જ પડે પાપી હોય ને પંથને બાથ ભીડી ભીડીને ચલાવે તેવા નિમેલા માણસથી અલગ રહેવું એમ મેતીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com