________________
પર્વ
વરિસઈ મેહ તુ અતિ વરસેઈ આસો કાતિગ રોગ કોઈ 1 ૨૬ શ્રાવણ ચૌદસ અદા ભદા, તુ મણઆ કરિ બહુ આનિંદા મહીયલી નવિ નીપજીયા કણીયા, અન્ન મા વેચસિ થઈસિ રમણીયા | શ્રાવણ માસિ અમાવસિ, જઈ નવિ વરસસિ મેહે; તુ તું જાણે ભડલી, જસે ગયા અને N જઈ અજૂઆલી ભાદ્રવઇ, પંચમિ જલહત દેઈ, તું જાણેવું ભડલિ, મેહજિ આવિ છેહ . જઈ નવિ વુઠઉ અંબર, પુણુ ઉગિઉ અગથિ; તાં જાણેવું ભદલી, પુવી નીર ને અસ્થિ 1. સતમિ ભદ્રવઈ તણું, ભડલી નવિ વરસે; ગેજ વીજ ન બીજહ હઈ, કાલહ ગયુ ગણેઈ 1 ૭૭. ભાદવડઈ વડલા રમઈ, જજલાં નાહ કરંતિ; તુ તું જાણે ભદલિ, જલ જગિ ઘાડવું હુંતિ ”
તુલસીદાસ અને કબીરના દોહરા ગુજરાતીમાં રચાએલા ન હોવા જોઈએ એ દેખીતું છે, છતાં તે દેહરા ગુજરાતીમાં હોય તેવી રીતે લોકે બોલે છે.
ભાષાના નવા યુગમાં જૂની ભાષા લખતાં બોલતાં રૂપાંતર કરી લેવાય એ તદન સ્વાભાવિક છે. નરસિંહ મહેતાનાં પદોનું તેવું રૂપાંતર થયું છે, ને એ રૂપાંતર થયું છે તેથી જ તે અત્યાર સુધી ચાલતાં રહ્યાં છે.
નરસિંહ મહેતાના કાળની ભાષા હાલની ભાષા જેવી હતી એમ માનીએ તો ભાલણ વગેરે નરસિંહ મહેતાની પહેલાંના અને ભીમ વગેરે નરસિંહ મહેતાની પછીનાં કવિઓનાં કાવ્યો જૂની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com