SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષામાં લખેલાં મળે છે તેનું કારણ શું આપી શકાશે નરસિંહ મહેતાની આગળપાછળના કવિઓ જૂની ગુજરાતીમાં કાવ્ય રચે ને નરસિંહ મહેતા વીસમા સૈકાની નવી ગુજરા-- તમાં કાવ્ય રચે એ શું બનવાજોગ છે ? સોળમા શતકની ભાષાની ખાત્રી ભર્યા સેંકડે પુરાવા વિદ્યમાન છે, છતાં તે બધા પૂરાવા બાજુ પર મૂકીને બુદ્ધીથી જ વિચાર કરીએ કે નરસિંહ મહેતાના કાળની ભાષા હાલની ભાષા જેવી જ હતી તે નરસિંહ મહેતાના સમકાલિન કે પહેલાંના બ્રાહ્મણવર્ગના કવિઓનાં ઝાઝાં કાવ્ય મળતાં નથી એનું કારણ શું છે? ગુજરાતી ભાષામાં કાવ્ય રચવાનું શું નરસિંહ મહેતાએજ શીખવ્યું ? જે લેકમાં જ્યોતિષ, વ્યાકરણ, અને વૈદ્યક સુધ્ધાં પદ્યમાં રચવાને પ્રઘાત પડી ગયો હતો, તે લોકાની લોકભાષા અને તે પણ કેટલાંક શતકથી ચાલતી આવેલી લોકભાષામાં કાવ્ય રચવાને કાઈને વિચારજ ન થાય એ શું બનવાજોગ છે ? નરસિંહ મહેતાની પછીના. કાળે સેંકડે કવિઓ થયા છે તેમ નરસિંહ મહેતાની પહેલાં ના કાળે પણ ઘણું કવિઓ થયેલા હોવા જ જોઈએ. જે નરસિંહ મહેતાના કાળની ભાષા હાલની ભાષા જેવી હોત તો એમાંના ઘણું. કવિઓનાં કાવ્ય આપણા વખત સુધી અવશ્ય જળવાઈ રહ્યાં હેત. તેમ થયું નથી એ બતાવી આપે છે કે વચ્ચે કોઈ એવી ગળણું આવી ગઈ છે કે જેમાંથી ગળાઈ આવવાનું ઘણુઓથી બની શકયું નથી. આગળણી તે ભાષાને મો અવતાર છે. સત્તરમાં શતકમાં ભાષા નવું રૂપ પામી તે વખતે જૂના જે કવિઓનાં કાવ્ય અનાયાસે રૂપાંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034836
Book TitleGujarati Bhashani Utpatti Kevi Rite Thai
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherChotalal Nathalal Kathorwala
Publication Year1931
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy