SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ દરાના દક્ષિણભાગને લાટ નામ આપવામાં આવ્યું છે. શાકે ૧૩૦૬ સંવત ૧૪૪૦માં નંદપદ્રપુર (નાંદોદ)ના દુર્ગસિંહપના રાજ્યમાં રચાયેલા “કવિપાક સારસંગ્રહ” ગ્રંથમાં નંદપદ્રપુરને ગુજરાતમાં ગયું છે. તે પહેલાંના કોઈ ગ્રંથમાં વડોદરાના દક્ષિણ પ્રદેશને ગુજરાતનું નામ આપેલું મારા જેવામાં આવ્યું નથી. આ ઉપરથી એમ અનુમાન થઈ શકે કે મુસલમાની રાજ્યકાળના વખતથી ગુજરાત એ એક પ્રાન્તનું નામ લાટ વગેરે બીજા પ્રાન્તને પણ લગાડવામાં આવ્યું, ને ગુજરાત શબ્દ હાલના જેવા વિશાળ અર્થમાં વપરાતે થયો. મુસલમાન રાજકર્તાઓનો અમલ પહેલવહેલે ગુજરાત' નામે ઓળખાતા પ્રદેશ ઉપર સ્થપાયો હતો અને ગુજરાતમાં જ એમનું પાટનગર હતું, એથી દિલ્લીના મુસલમાને આ તરફના બધા પ્રદેશને ગુજરાતના નામે ઓળખતા હતા. પાટણની ગાદી અમદાવાદમાં આવી અને મુસલમાની અમલ દક્ષિણ તરફ આગળ વધતું ગયો, પણ દિલ્લીમાં તે ગુજરાતના સુલતાન, ગુજરાતને મુલક અને ગુજરાતના લેક એ શબ્દો જ ચાલતા રહેલા હોવા જોઈએ. વિસ્તૃત અર્થમાં વપરાતે ગુજરાત શબ્દ દિલ્લીના દરબારમાંથી અમદાવાદના દરબારમાં આવે, ને ત્યાંથી વ્યવહારમાં ભળી રૂઢ થઈ જાય એ અશક્ય નથી. ઇતિહાસમાં આવા ફેરફાર થતાજ રહે છે. કાઠિયાવાડ અને હિંદુસ્તાન” એ નામે પણ એ રીતે જ ચાલતાં થયાં છે. ત્યારે એ ગુજરાતી ભાષાની શરૂઆત ક્યારથી ગણવી, એ પ્રશ્નનો જવાબ એજ હોઈ શકે કે જ્યારથી “ગુજરાત પ્રાન્તનું નામ મટીને દેશૂનું નામ થયું ત્યારથી ગુજરાતી ભાષા પ્રાન્તિકભાષા મટીને દેયભાષા થઈ, + આપણે આખા દ્વીપકલ્પને “કાઠિયાવાડ” એ નામે ઓળખીએ છીએ, પણ ખરું જોતાં “કાઠિયાવાડ’ એ કાઠીલોકથી વસેલા દ્વીપકલ્પના એક ભાગનું નામ છે. દીપક૯૫ના રહેવાસીઓ તે હજુ પણ એ એક ભાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034836
Book TitleGujarati Bhashani Utpatti Kevi Rite Thai
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherChotalal Nathalal Kathorwala
Publication Year1931
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy