________________
૧૪
સમૂહ પાછલા કાળે હોવો જોઈએ. ઉત્તરમાંથી આવે એ સમૂહ -અહીંના જે ભાગમાં વસ્યા તે ભાગ ગુર્જર ભૂમિ કે ગુજરદેશ
એ નામે ઓળખાતે થયો. પાટણના મહારાજા ગુર્જરેશ્વર કહેવાતા અને એમના અધિકારને મૂળ પ્રદેશ (ફક્ત ઉત્તર ગુજરાત) ગુર્જરદેશ - ગણત. સંવત ૧૪૦૫માં રચાયેલા “ચતુર્વિશતિ પ્રબંધમાં વાલો વટપદ ' (વાગડ દેશમાં વડોદરા શહેર ) અને
બંધુ, પૂર્વક રાષ્ટ્રા સંધિવા” (ધંધુકા શહેર ગુજ. રાતની ભૂમિ અને સોરઠની સરહદ ઉપર આવ્યું છે, એમ કહે છે. કાઠિયાવાડને દ્વીપકલ્પ એ વખતે સૌરાષ્ટ્ર અથવા સેરડને નામે ઓળખાતા હતા અને વડોદરાની દક્ષિણને પ્રદેશ ઘણા લાંબા કાળથી સલાટ દેશને નામે પ્રસિદ્ધ હતો. ગુર્જરદેશની ગુજરીભાષાની પેઠે સોરઠદેશની સોરઠીભાષા અને લાટદેશની લાટીભાષા એ નામે પણ તે કાળે વિદ્યમાન હતાં, પણ જે કારણથી હેમચંદ્રાચાર્યે પોતાના વ્યાકરણમાં ગુજરાતી ભાષા માટે કંઈ લખ્યું નથી, તે જ કારણથી સોરઠી કે લાટીભાષા માટે પણ કંઈ લખ્યું નથી; કારણ એ છે કે ગુજરાતી, લાંટી, સોરઠી એ બધાં નામે કેાઈ જુદી જુદી ભાષા એનાં નહિ, પણ અપભ્રંશ નામે ઓળખાતી વ્યાપકભાષાના પ્રતિક :ઉચ્ચારભેદનાં નામ હતાં. ગુર્જરદેશ” એ જેમ તે કાળે ફક્ત ઉત્તર ગુજરાતના એક પ્રાન્તનું નામ હતું, તેમ ગુર્જરભાષા’ એ તે કાળે ફક્ત ઉત્તર ગુજરાતના પ્રાન્તિક ઉચ્ચારભેદનું નામ હતું.
સંવત ૧૩૬૧માં રચાયેલા પ્રબંધચિંતામણિ ગ્રંથમાં પણ ગુજરાત શબ્દ ફક્ત ઉત્તર ગુજરાતનેજ લગાડવામાં આવ્યો છે અને કાઠિયાવાડના દ્વીપકલ્પને “સોરઠ : તથા વડે
ગુજરદેશ કરતાં લાટદેશ એ નામ વધારે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com