SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવે છે, પણ એ કાળની ભાષા વિષે આપણે જે માહિતી મેળવી શકીએ છીએ, તે ઉપરથી જૂની ગુજરાતના કાળ સંબંધીનું શાસ્ત્રીનું અનુમાન ફેરવવાની આપણને જરૂર પડે છે. સંવત ૧૧૦૦ એટલે સિદ્ધરાજને પૂર્વ સમય. સિદ્ધરાજના સમયે પ્રસિદ્ધ વૈયાકરણ હેમચંદ્રાચાર્યે અપભ્રંશ ભાષાનું વ્યાકરણ રચ્યું છે. હેમચંદ્રાચાર્ય ગુજરાતમાં જન્મેલા હતા અને પાટણના રાજકર્તાઓ સાથે બહુ ગાઢ સંબંધ ધરાવતાં હતા. એમણે સંસ્કૃતથી માંડીને પોતાના કાળે ચાલતી અપભ્રંશ ભાષા સુધીની મુખ્ય મુખ્ય સવ ભાષાઓનું સ્વરૂપ નિર્ણિત કર્યું, છતાં ગુજરાતી ભાષા માટે કંઇ લખ્યું નહિં, તેથી એમ કહી શકાય કે એ કાળે ગુજરાતી ભાષા વિદ્યમાન હોત તો તેના નિયમો બાંધવાને તે કદી પણ દુર્લક્ષ કરત નહિ. હેમચંદ્રાચાર્ય જેવા સૂક્ષ્મદર્શી વિદ્વાને માટે એમ ધારી શકાય નહિ કે તેમણે મૃતભાષાઓનાં વ્યાકરણ રચ્યાં અને વર્તમાન ભાષાને માટે વ્યાકરણની જરૂર માની નહિ. હેમચંદ્રાચાર્યના સમયે ગુર્જર ભાષા એ નામ વિદ્યમાન્ હોવું જોઈએ એમ માનવાને પણ કારણું છે. એ સમય પહેલાં ઘણાં લાંબા કાળની ગુર્જર પ્રજા” અને “ગુર્જરદેશ' એ શબ્દો ચાલ્યા આવતા હતા, અને જે એક પ્રજાનું નામ તેજ તે દેશનું નામ પણ હોય તો તેમની ભાષા પણ તેજ નામે ઓળ-- ખાતી હોવી જોઈએ. પરસ્પરાશ્રિત આ સંબંધનો વિચાર કરતાં એમ માનવું પડે કે હેમચંદ્રાચાર્યના સમયમાં ગુજરપ્રજા, ગુર્જરદેશ અને ગુજરભાષા એ ત્રણે શબ્દો વિદ્યમાન હોવા જોઈએ. ગુર્જરવાણિયા, ગુર્જર સુથાર, ગુર્જર સેની, ગુર્જરકુંભાર, વગેરે નામોમાં ચાલતા રહેલા “ગુર્જર શબ્દ ઉપરથી આપણે સમજી શકીએ કે, ગુજર? એ નામે ઓળખાતા લેકેનો કેઇ મેટો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034836
Book TitleGujarati Bhashani Utpatti Kevi Rite Thai
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherChotalal Nathalal Kathorwala
Publication Year1931
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy