________________
૧૧
અલબત્ત તે ભાષા ગુજરાતી કે હિંદી એ નામથી ઓળખાતી નહોતી, પણ અપભ્રંશ એવું તેનું સામાન્ય નામ જ હતું. બેશક તેમાં પ્રાંત ભેદ ઘણુજ હશે-હાલ જે જુજ પ્રાંત ભેદોને માટે કેટલાક મિથ્યા ઝઘડે ઉઠાવવા તત્પર જણાય છે તેના કરતાં સો ઘણાં વધારે, તો પણ તેણે એક સામાન્યરૂપ પકડેલું, અને સામાન્ય વર્ગે અંધમમત્વ છઠી તેજ આનંદથી સ્વીકારેલું.
પણ મુસલમાને આવ્યા અને બીજા ઐક્યની સાથે આપણું ભાષાઐક્ય પણ ટૂટયું. ઠેકાણે ઠેકાણે લડાઈના રણશિંગાં ફૂંકાવા લાગ્યાં. મારફાડ ને નાસભાગ ચાલી, બધા પોતપોતાના પ્રાંતમાં પ્રયત્ન વડે સંતાઈ રહેવા લાગ્યા, અને પરસ્પર સહવાસ એટલે બધે બંધ પડી ગયો કે એક પ્રગણાના-લેક બીજા પ્રગણુમાં પણ ભાગ્યેજ જવાની હિંમત ચલાવતા. આવી સ્થિતિમાં પ્રાંતભેદે જેર પકડી પોતાનાં ખાસ લક્ષણે ખીલવી, ભિન્ન ભિન્ન ભાષા રૂપે વખૂટા પડવા માંડ્યું, એટલે ગુજરાતી, કચ્છી, મેવાડી, મારવાડી, પંજાબી, વ્રજ વગેરે હાલની ભાષાઓ થઈ.” (નવલગ્રંથાવલિ. પૂ. ૪૦૪)
વિક્રમસંવતના આઠમા શતક પછીના એટલે પંચાસરના પત- નકાળથી માંડીને પાટણના રજપુતરાજ્યની આખર સુધીના કાળને અર્જશભાષાને કાળ કહી શકાય. એ પછીની ભાષાને આપણે જૂની ગુજરાતી ભાષા કહીશું. સંવત્ ૧૩૦૦ થી ૧૬૦૦ સુધીનાં ૩૦૦ વર્ષને આપણે જુની ગુજરાતીનો કાળ કહીશું.
વિદ્વાન શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસ ગુજરાતી ભાષાના ઇતિહાસમાં જૂની ગુજરાતીને કાળ સંવત ૧૧૦૦ થી ૧૫૦૦ સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com