SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ભેજરાજાને સમય જે સંવત ૧૦૭૮ પછીને નિર્ણિત થયો છે, તે કાળે અપભ્રંશ ભાષા ચાલતી હતી. આ સમયે તે ગુજરાતના ચૌલુક્ય મહારાજા પહેલા ભીમદેવને સમય છે. વિમલપ્રબંધના નાયક વિમળશાનો સમય તે પણ આ સમય. આ સમયે પણ ભરતખંડની સર્વ ભાષાઓ વચ્ચે ઘણું સામ્ય હતું. પ્રાતિક ઉચ્ચારભેદે પ્રત્યયો હેરફેર હેવા છતાં શબ્દોનાં મૂળરૂપ સર્વત્ર મળતાં આવતાં હોવાથી વ્યાપારીઓ વગર અડચણે એક બીજા પ્રાન્ત સાથે વ્યવહાર ચલાવી શક્તા અને મુસાફરો વગર સંકોચે એક બીજા પ્રાન્તમાં મુસાફરી કરી શકતા. જૈન સાધુઓ જેઓ હંમેશાં દેશભાષામાં ઉપદેશ આપતા હતા, તેમને એકથી બીજા પ્રાન્તમાં જઈ ઉપદેશ કરવાને ભાષાની અડચણ નડતી નહોતી. મુસલમાની રાજ્યકાળ શરૂ થયા પછી બીજા પ્રજાકીય સંબંધેની પેઠે દેશને ભાષાસંબંધ પણ વધારે વધારે તૂટતો ગયો. રાજકીય અવ્યવસ્થાને લીધે જે તે પ્રાન્તને વ્યવહાર જે તે પ્રાન્તમાં સંકેચા, (તમ) ભાષામાં દિન પ્રતિદિન પ્રાન્તિક વિકાર, વધતા ચાલ્યા અને દરેક પ્રાન્તભાષા જુદી ભાષા તરીકે વધારે વધારે સ્પષ્ટ થતી ગઈ. સદ્દગત સાક્ષર શ્રી નવલરામભાઈ એ કાળની ભાષા સ્થતિ માટે આ પ્રમાણે કહે છે – “આશરે સાતમેં આઠસે વર્ષ ઉપર જોઈશું તે માલમ પડશે કે આપણું ભાષાઐક્ય હાલ છે તેથી પણ બહુ જ વધારે હતું. એ સમયના ગ્રંથ અને પ્રાકૃત ભાષાના અર્વાચીન શેધકાને કહેવાથી સાબીત થયું છે કે એક વખત ઉપર ગુજરાતમાં જ નહિ પણ પંજાબ, સિંધ, કચ્છ, મેવાડ, મારવાડ, વ્રજ, ખાનદેશ, ઉડિયા, અને ઠેઠ બંગાળા સુધી લગભગ એક સરખીજ ભાષા બોલાતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034836
Book TitleGujarati Bhashani Utpatti Kevi Rite Thai
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherChotalal Nathalal Kathorwala
Publication Year1931
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy