________________
“ ગુજરાતનું ભૂગોળવિજ્ઞાન” એ નામનું પુસ્તક લખવાની તક આપવામાં આવી તે માટે સભાને અત્યંત ઉપકાર માનું છું. મુંબઈ યુનિવર્સિટી તરફથી સને ૧૯૩૩ માં જાહેર થયેલા “શ્રી. નારાયણ મહાદેવ પરમાનંદ પારિતોષિક નિબંધ”ની હરીફાઈમાં મેં ભાગ લીધેલો અને મારે નિબંધ પારિતોષકને યોગ્ય સ્વીકારાયેલે. આ નિબંધને વિષય “ગુજરાતને વ્યાપાર અને વ્યવહાર” હોવાથી તેને યોગ્ય ફેરફાર સાથે આ પુસ્તકમાં વ્યાપારી વિભાગ તરીકે જોડી દેવામાં આવ્યો છે. આ પ્રમાણે પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાનને સમન્વય કરીને આ પુસ્તક ગુજરાતને ચરણે મૂકવાની અનુકૂળતા કરી આપવા માટે સભાને ધન્યવાદ ઘટે છે. વળી સભાના વિજ્ઞાનપ્રિય સભ્ય રા. પિપટલાલ ગોવિંદલાલ શાહ, એમ. એ, બી. એસ. સી., કે જેમની સલાહ અને સૂચનાથી આ ગ્રન્થને પ્રથમ ભાગ લખવા હું પ્રેરાય અને સાથે નિબંધ છપાવવાની પણ પ્રવૃત્તિ થઈ તે માટે એમને પણ આ સ્થળે આભાર માનું છું.
આ પુસ્તક લખવામાં મોટા ભાગે જૂદા જૂદા જીલ્લા અને એજન્સીઓનાં સરકારી ગેઝેટીયરને આધાર લેવામાં આવ્યો છે. શાળામાં ચાલતાં ભૂગોળનાં પાઠ૫પુસ્તકોથી તદન નવી પદ્ધતિ પ્રમાણે આ ગ્રન્થ લખાયો છે. ભૂગોળવિદ્યાનું મુખ્ય દષ્ટિબિન્દુ ધ્યાનમાં રાખીને કરક જાતની આર્થિક પ્રવૃત્તિ સાથે પ્રાકૃતિક પરિસ્થિતિને શું સંબંધ છે તેનું સકારણ વિવેચન કરવામાં આવ્યું છે. શરૂઆતના પ્રકરણમાં પ્રાકૃતિક ભૂગોળવિવાનાં મૂળતની સંક્ષિપ્ત સમજુતી આપવામાં આવી છે. ગુજરાતના કુદરતી વિભાગે પાડીને દરેક વિભાગમાં પ્રાકૃતિક સ્વરૂપ કેવું છે અને તેની આસપાસ આહવા વગેરે પર શી અસર થાય છે તે બીજા પ્રકરણમાં સમજાવ્યું છે. ગુજરાતમાં મુખ્ય પેદાશ કઈ કઈ છે, કેટલે અંશે કુદરત તેમાં સાનુકુળ છે, કઈ નવી પેદાશ ઉત્પન્ન થઈ શકે તેમ છે અને તે પેદારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com