________________
ઢગતા ક્યા ઉદ્યોગ હાલ ચાલે છે અને અનુકૂળ સોંગા મળતા યા નવા ઉદ્યોગ સ્થાપી શકાય એમ છે, એ વગેરેના ત્રીજા પ્રકરણમાં સમાવેશ ર્યાં છે. ગુજરાતમાં વસ્તીનું પ્રમાણુ દરેક જગ્યાએ કેટલું છે, મુખ્ય જાતિઓ કઈ છે, તેમની શી શી ખાસીયતા છે અને પ્રાકૃતિક રચના ટલે અંશે તેમના ઉપર અસર કરે છે તે ચાચા પ્રકરણમાં સમજાવ્યું છે. વ્યાપારી વિભાગમાં ગુજરાતના વ્યાપાર અને વ્યવહારનુ ઐતિહાસિ વલાયન કર્યાં બાદ અર્વાચીન વ્યાપાર કેટલા છે અને તેનાં મુખ્ય વક્ષણા કયાં છે અને અર્વાચીન વ્યવહારનાં કયાં કયાં સાધના ગુજરાતમાં આવેલાં છે, કેટલે અંશે તેમાં વધારો થવાની જરૂર છે અને કુદરત કેટલા પ્રમાણમાં સાનુકૂલ છે, વગેરેનું વિવેચન બાકીનાં ત્રણ પ્રકરણેામાં પૂરું થાય છે.
સંગીન આર્થિક વિકાસનું અનિવાર્ય અંગ આંકડાશાસ્ત્ર છે. હિન્દમાં તેની ઉપયેાગિતા સમજાઈ છે, પણ તેની ખેાટ હજુ પૂરાઈ નથી. વિસ્તારમાં હિન્દ મેાટા ખંડ જેવડા હાવાથી દરેક પ્રાંત કે ઈલાકા વિષે વિવિધ વિષયે। સબંધી આંકડા વિસ્તારપૂર્વક પ્રસિદ્ધ થવાની ખાસ આવશ્યકતા છે. રાજકીય સગવડ માટે આખા મુંબઈ લા) જૂદાં જૂદાં દેશી રાજ્ય અને જીલ્લાઓમાં વહેંચાઈ ગયેલા છે. આથી આખા ગુજરાત વિષે આંકડા કાઈ પણ ગ્રન્થમાં પ્રસિદ્ધ થયેલા નથી. કચ્છ, કાઠીયાવાડ અને મૂળ ગુજરાતના જૂદા જૂદી જીલ્લા કે વિભાગનાં ગેઝેટીયરામાં આંકડા મળી આવે છે, પણ તે શ્રેણી જગ્યાએ અપૂર્યું છે. સરકારી રિપેટ માં વળી મોટા ભાગે ખુલામના જાદા જાદા રાજકીય વિભાગેાવાર આંકડા પ્રસિદ્ધ થયેલા છે. આ મુશ્કેલીને લઈને ગુજરાતની કેટલીક વિગત અને ખાસ કરીને વ્યાપાર અને વ્યવહારની સ્થિતિ ચેસ આંકડાથી સિદ્ધ થઈ શકી નથી. ગેઝેટીયરાના આષારે દરેક જીલ્લા કે વિભાગના વ્યાપાર અને વ્યવહારની સ્થિતિ વર્ણવવામાં આવી છે. વસ્તીપત્રક અને સરારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com