________________
રિપોર્ટમાંથી જૂદા જૂદા જીલ્લા અને દેશી રાજ્યના આંકડા એકઠા કરીને આખા ગુજરાતના વ્યાપાર અને વ્યવહાર વિષે હકીકત તૈયાર કરી છે, જો કે તે આંકડાને આધારે ચોકકસ નિર્ણ થઈ શકે 'એમ નથી.
આ પુસ્તક માટે જોઈએ તેટલો સમય એકી વખતે આપી નહીં રોકાવાથી અનેક પ્રકારની ત્રુટિઓ રહી ગઈ હશે એમ હું ધારું છું. તે દૂર કરવામાં વિજ્ઞાનપ્રિય વાચકવર્ગ તરફથી એગ્ય સૂચનાઓ મળશે તે તે ઉપર ધ્યાન આપવા હું તત્પર રહીશ. ગુજરાત વિષે નવી ઢબથી પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળ લખવાને આ પ્રથમ પ્રયાસ છે, એટલે વાંચકવર્ગ અને શિક્ષણશાસ્ત્રીઓ તેને યોગ્ય પ્રોત્સાહન આપે એમ હું ઈચ્છું છું. જ્યારે આર્થિક યુગ આખા ગુજરાતમાં વ્યાપક રીતે પ્રસરશે, જ્યારે તેની કુદરતી સમૃદ્ધિની સંપૂર્ણ ખીલવણ થશે, જ્યારે દરેક જગ્યાએ સંશોધન કરીને નવાં વિકાસક્ષેત્રો સ્થાપવામાં આવશે, જ્યારે આંકડાશાસ્ત્રની ઉપયોગિતા સંપૂર્ણ રીતે સમજાશે અને દરેક કુદરતી વિભાગવાર ચોક્કસ અને . સંપૂર્ણ વિગત મળી શકશે, ત્યારે આ પુસ્તક અપૂર્ણ લાગશે. *
છેવટમાં ભૂગોળનાં પાઠ્ય પુસ્તકોની સરખામણીમાં જે આ પુસ્તક વધારે સંપૂર્ણ વિચારપ્રેરક અને રસપ્રદ લાગશે તે મારા પ્રયાસની ખરી સફળતા થશે.
માંટાઝ (મુંબઈ) . તા. ૧૫ -૩૫
મેગીલાલ ગિરધરલાલ મહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com