________________
ડુંગરાળ પ્રદેશમાં વસતી જાતિઓ
[ ૧૦ વ્યાપારી હતા તેમના અશ્વપાલેના તેઓ વંશજો છે. બીજી દંતકથા એમ કહે છે કે બાગલાણના રાજાએ ચાંપાનેરના રાજાને આપેલા વળાવાના વંશજો છે. તેમનો મુખ્ય ધંધે મજુરી, ખેતી, લાકડાં કાપવાને કે મહુડાં એકઠાં કરવાનો છે. ઈ. સ. ૧૮૨૬ સુધી તેઓ ભીલ કરતાં પણ વધારે જંગલી, ઘાતકી, ગુન્હો કરનારા અને વ્યસની હતા. સિંધી અને મકરાણાની મદદ લઈને આ જાત આસપાસનાં ગામડાંમાં ધાડ પાડતી અને રસ્તે આવતા જતા માણસોને લૂંટતી. ઈ. સ. ૧૮૫૭ ના બળવા વખતે ગુજરાતના નાયકડાઓએ પણ બળવો કરેલ. તેઓ આળસુ, ઉડાઉ અને દારૂના વ્યસની હવાથી પુષ્કળ દેવાદાર થયેલા છે.
ભીલ અને નાયકડા સિવાય પૂર્વ તરફના ડુંગરા અને જંગલમાં બીજી ઘણી અનાર્ય જાતે વસે છે. રાજપીપળા અને ડાંગના જંગલની પૂર્વમાં ચોધરાની જાત વસે છે. દક્ષિણ તરફ સુરત જીલ્લા તરફ ઢુંઢીયાની જાત જોવામાં આવે છે. ભરૂચ, રાજપીપળા અને સુરત જીલ્લામાં દુબળાની જાત ઘણુ પ્રમાણમાં દેખાય છે. તે ઉપરાંત છેક દક્ષિણમાં ગામીત અને કાઠોડીયા નામની અનાર્ય જાતિ વસે છે. આ સર્વ જાતને મુખ્ય ધધ ખેતી, મજુરી કે જંગલની પેદાશ એકઠી કરવાનું છે. તેમાંના કેટલાક જગલમાં રહે છે અને બાકીના રસાળ મેદાનમાં વસે છે, પરંતુ ભીલ કે નાયકડાની માફક આ જાતે શરીર અને બંડખોર નથી. કેળી, ને ધારાળા.
ગુજરાતમાં ઘણે ઠેકાણે કેળીઓ જોવામાં આવે છે, પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અને કાઠીયાવાડમાં તેઓ વધારે
?. Gazetteer of Bombay Presidency ( Gujarat Population ) p. 325.
છે p. 829. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૨.