________________
૧૦૦ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન બનેલું. ૧૧ મી સદીના અંત સુધી આશાવળ પણ ભલેના તાબામાં હતું. ત્યારપછી આશરે ત્રણ સદી સુધી મુસલમાનોના હુમલાથી રજપૂતે દક્ષિણ તરફ આવવા લાગ્યા, અને રજપૂતના હુમલાથી ભીલો પૂર્વ સરહદના ડુંગરામાં જઈ વસ્યા.
ભલેમાં બે વર્ગ છે. એક રજપૂતેમાંથી ઉતરી આવેલ અને બીજે સામાન્ય ભીલ વર્ગ. પહેલી જાતના ભીલે ઘણે ભાગે ઉત્તર ગુજરાતમાં જોવામાં આવે છે. તેમનો મુખ્ય ધધ ખેતી, મજુરી કે ચેકી કરવાનું છે. ચેરી કે લૂંટફાટ માટે ખાસ કરીને આ જાત પ્રસિદ્ધ છે. ઈ. સ. ૧૮૪૭ સુધી તેઓ ગામડાં લૂંટતા અને . સ. ૧૮૯૮ પછી તેઓ ધીમે ધીમે સુધરવા લાગ્યા. અકબર બાદશાહના સમયમાં ગામડાંઓમાં તેઓ ચોકીદાર તરીકે નિમાતા અને સાતપુડાના ઘાટમાંથી પ્રસાર થતા રસ્તાઓની ચેકી કરવાના જે હકકો તેમને આપવામાં આવેલા તે હજુ વંશપરંપરા તેઓ ભોગવે છે. તેઓ સ્વભાવે નિખાલસ, ઉડાઉ અને દારૂના વ્યસની છે. હંમેશાં તેઓ ઘણે ભાગે તીરકામઠાં પિતાની પાસે રાખે છે. દિવસેદિવસે જેમ જેમ કેળવણીને પ્રચાર વધતો જાય છે તેમ તેમ
આ જાત સુધરતી જાય છે. ભલસેવાસંઘ વગેરે સંસ્થાઓ આ દિશામાં ઉત્તમ કાર્ય કરી રહી છે. ચોરી, લૂંટફાટ કે ગુન્હો કરનારાનું પ્રમાણ ઘટતું જાય છે. તેમાંના ઘણા હવે દારૂ પીતા બંધ થઈ ગયા છે.
પંચમહાલ અને રેવાકાંઠાનાં જંગલમાં નાયકડાની જાત જેવામાં આવે છે. બીલની માફક આ જાત પણ ચોરી, લૂંટફાટ કરનારી અને બંડાર છે. એક દંતકથા એમ કહે છે કે ઈ. સ. ૧૬ મી સદીમાં ચાંપાનેર શહેરમાં જે મુસલમાન ઉમરા અને
1. Gazetteer of Bombuy Presidency, Vol. IX, Part 1 (Gujarat Population) p 801, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com