________________
૫
યુરોપની મુસાક્રીમાં મુશ્કેલી નથી. નિરામિષાહારી તરીકે રહેવામાં અગવડ નથી. દરેક સ્થાને ગાઇડબુકો નકશા વિગેરેની પૂરતી સગવડ છે અને સુલભ છે. ઇંગ્લિશ ભાષા પરના કામુ જેમ વધારે હોય તેમ મુસાફરી વધારે સગવડથી થઈ શકે છે. ફ્રેન્ચ ભાષા આવડતી હાય તે સગવડમાં આર વધારા થાય છે પણ તે અનિવાર્ય નથી.
મુસાી આંખ ઉધાડી રાખીને કરવાની જરૂર છે, દેશમાં ત્યાંથી ઘણું લઈ આવવા જેવું છે, રીરિવાજો સરખાવવા યેાગ્ય છે, સમાજબંધારણુ વિચારવાં જેવાં છે, યુરોપ દુનિયા પર પ્રભુત્વ કેમ ભોગવે છે તેનાં અંતર્ગત કારણામાં ઉતરવા જેવું છે, વર્ષોથી ચાલી આવતી અને દેશકાળ પ્રમાણે કરતી સંસ્થાઓ અભ્યાસ કરવા યોગ્ય છે, કેળવણીની પ્રગતિ જોવા યોગ્ય છે—ધણું જોવા જાણવા સમજવા જેવું છે. તેમની વ્યવસ્થાશક્તિ, સ્ત્રીસમાજની વર્તમાન સ્થિતિ આદિ મુદ્દા પર અન્યત્ર ઉલ્લેખ કર્યો છે પણુ પુસ્તકનું કદ વધી જવાથી આ ગ્રંથમાં દાખલ કર્યા નથી. મેાજશાખ ખાતર પ્રવાસ કરવા જાય તે કરતાં જો શીખવાની નજરે જાય તે સહાનુભૂતિપૂર્વક કરેલ અવલોકન દેશને ઘણી રીતે લાભદાયી થાય તેમ છે એવા મને અનુભવ થયો છે.
મને સમય એછે હાવાથી હું ઘણી જોવા લાયક જગ્યાએ જઈ શક્યા નથી. યુરોપના માર્ગદર્શક તરીકે આ ગ્રંથના ઉપયોગ થઈ શકે તેમ નથી, પણ મારા મન પર થયેલી અસરો એ તાવે છે. ‘સંસ્મરણ’ નામ એજ કારણે મેં રાખ્યું છે. એમાં પ્રવાસવર્ણન કરતાં પ્રવાસ દરમ્યાન જોવાયું તેની નોંધ અને તે પર લખાયલી ટીકા અવારનવાર જોવામાં આવશે. કેવળ પ્રવાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com