________________
આમુખ, તા. ૮મી મે ૧૯૨૬ ને રોજ સ્ટીમર રજપુતાનામાં બેઠો ત્યારથી દરેક મેલમાં મારે ઘેર પત્ર લખતા. તેને પ્રથમ ઉદેશ મારા સ્નેહી સ્વજનને મારી મુસાફરીને કાંઈક ખ્યાલ આપવાને હતું. આ પુસ્તકમાં જે વર્ણન પ્રકટ કર્યું છે તે મારાં સદર પ. મારાં સ્વજનોએ તે પત્ર જાળવી રાખ્યાં હતાં તેથી મને ઘણી સગવડ થઈ પડી.
નવું લખવાનો સમય નહોતે. તાજેતર વિચારે નેધેલા તે વધારે ઠીક લાગ્યા. ભાષા ઘરગત છે તે પણ એક રીતે યોગ્ય ગણાય. અસલ છપાવવા માટે તૈયાર નહિ કરેલ વસ્તુમાં પ્રાકૃતતા હશે તે નૈસર્ગિકતા પણ જરૂર માલૂમ પડશે. ઉદ્દઘાતનો ભાગ પાછા વળતી વખત સ્ટીમરમાં લખે. અહીં આવીને તે માત્ર છેવટની અનુક્રમણિકા (ઇડેકસ) પુસ્તક છપાઈ રહ્યા પછી કરી છે.
ગુજરાતી ભાષામાં પ્રવાસના પુસ્તકોની તંગી ઘણું છે, જનારને નકામે ખર્ચ ઘણે થાય છે અને કેટલીક વાર દુર દેશ જવામાં કલ્પનામાં અનેક મુસીબત ધારી લેવાય છે. એ સંબંધ માં કાંઈક હકીકત ઉપયોગી થઈ પડશે એમ કેટલાક મિત્રોને લાગવાથી મુસાફરી દરમ્યાન મારા મન ઉપર પડેલી છાપ આમ પુસ્તકાકારે પ્રકટ કરવા વિચાર કર્યો છે. તે કાર્યની સમાલોચના ઉપરની હકીકત લક્ષમાં રાખી થવી એગ્ય છે.
કવચિત્ અંગ્રેજી શબ્દને ઉપગ વધારે પડતો થઈ ગયો છે તે અસલ ઉલ્લેખ પત્રાકારે હેઇને થયેલ છે. શિષ્ટ ભાષા હોવાનો દા આ પુસ્તકને અંગે કરવામાં આવતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com