________________
વર્ણનનાં પુસ્તક છપાવવાની બહુ જરૂર નથી, કારણકે ગાઈડબુકે અંગ્રેજીમાં તે સુલભ છે.
પ્રવાસ કરવા જનારે નેધ તેજ વખતે કરી લેવી. એથી તાજી અસરની ચેસ નેંધ રહે છે અને લાંબે વખતે સ્મરણશક્તિને તસ્દી આપવી પડતી નથી. વિલાયત-યુરોપના પ્રદેશમાં નહિ જનારને, ત્યાં પ્રથમ દર્શને શી અસર થાય છે તે અત્ર જોવામાં આવશે. અનેક સાંસારિક બાબત પર વિચારે અન્યત્ર લખ્યા છે તે પણ એક વખત જોઈ જવા ભલામણ છે. વિલાયતમાં સર્વ સારું છે એમ માનવાનું કારણ નથી, પણ શીખવા જેવું ઘણું છે એમ મને લાગ્યું છે. ગુણદષ્ટિએ ત્યાંથી સારાનું ગ્રહણ અને અનુકરણ થાય તે સમાજ પ્રગતિને તેથી બહુ લાભ થાય તેમ છે.
ચિત્રો વધારે આપવા ઇરછી હતી, પણ મુદ્રણની અગવડે અલ્પ સંખ્યાથી સતેષ માન્યો છે. યુરોપમાં સર્વ સ્થળેએ પોસ્ટ કાર્ડ અને આલ્બમે બહુ મળે છે અને હું પણ તેને સારી જશે લઈ આવ્યો છું. મારા “સ્મરણે એનાથી તાજા રહે છે.
ગુર્જર જનતાની આ રીતે કાંઈ સેવા થઈ શકે તે તે પણ એક પ્રકારનું સાફલ્ય ગણવાની હસમાં આ નૈવેદ્ય ધર્યું છે.
નાળીએરી પૂર્ણિમા, સં. ૧૯૮૩) પ્રિન્સેસ સ્ટ્રીટ, મનહર બીલ્ડીંગ.
તા. ૧૩-૮-૧૯૨૭
મે. ગિ, કાપડીઆ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com