SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ અલિન નૂતન મહાલય ૩૫૧ છે. રૂબેન હંમેશા સ્ત્રી ચિત્રમાં પોતાની સ્ત્રીનું મોડેલ લેતા એટલે એની મેડાના કે કાઇ પણ સુંદર સ્ત્રીપાત્ર એની સ્ત્રી હતી. ફ્રેડરીક ધિ ગ્રેટ અને બારમેરિનાના કેટલાક ચિત્રા બહુ સુંદર છે. ચિત્રકારાએ આખા બાઇબલને અનેક રીતે ચીતર્યું છે. સુંદર ચિત્ર એટલે બાઇબલના કોઈ પણ પ્રસંગ લઇ તે પર ભવ્ય કલ્પના સમજવી એટલે એમાં ડ્રેસ અને ભાવ પણ પુરાતનકાળનાજ આવે. આગળ નવા મહેલ Neues Palais ખાસ જોવાલાયક છે. પોસડામમાં એ ખરી ચીજ જોવાની છે. ફ્રેડરીક ધિ ગ્રેટ સાત વર્ષની લડાઇ ( Seven years' War) લડયે. એને ( ફ્રેડરીકના ) રાજ્ય સમય સને ૧૭૪૦ થી ૧૭૭૬. એ સાત વર્ષની લડાઈ લગભગ સને ૧૭૬૬ માં થઇ. એમાં જર્મનીને ઘણું સહન કરવું પડયું. જર્મની બધાં રાજ્યેાની વચ્ચે છે અટલે એને અવારનવાર ઘણી મેટી લડાઇ લડવી પડી છે. છતાં પોતે લડાથી પાછા હઠયા નથી એમ દુશ્મનાને બતાવવા મેમાંટે અજબ મહેલ બાંધવા માંડયા. એ બ્રા વિશાળ અને કારીગરીથી ભરપૂર છે. સામે માણસા માટે અને ઉમરાવે માટે બગલા છે. ખૂદ મહેલમાં ધણા રૂમે છે, પણ એક રૂમ તે અજમ છે, અભિનવ છે. એનું વર્ણન એને સ્થાને આવશે. છેલ્લે કૈસર એને ઉન્હાળાના રહેવાસ તરીકે વાપરતા હતા. એનું શિલ્પ Dutch parock કહેવાય છે. parock એટલે mixture. ચેાખી ડચ સ્ટાઈલ નહિ પણ મુખ્યતાએ ચ. મહેલના ઉપર ત્રણ સુંદરીએ રાજમુગટ ધારણ કરીને ઊભી છે. એ રાજમુગટ-ક્રાઉન જર્મની છે. એ વખતે આસ્ટ્રી અને રશીઆની ગાદીપર સ્ત્રી હતી અને ફ્રાન્સને રાજા સેાળમા લુઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034820
Book TitleEuropena Sansmarano
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy