________________
ઉપોદઘાત
અને અન્યત્ર “ડાન્સ' જેવાના પ્રસંગે બહુ આવે છે. એમાં કળા શી છે તે સમજવા માટે એના પ્રકાર જણું લેવાની જરૂર છે. વન સ્ટેપ, વોલ્ટસ (Vaultz), મેંગે વિગેરે એના પ્રકાર છે. ટાગે નાચ આપણું તાલોને ઘણો મળતો આવે છે. ઉપરાંત અમેરિકન લકે એક ચાર્લ્સટન નામને નાચ કરે છે. આનું સામાન્ય જ્ઞાન હોય તે આપણું આસપાસ જે વસ્તુ ચાલતી હોય તે આપણાથી સમજી શકાય છે.
(6) મુસાફરી કરનારને કેન્યભાષાના જ્ઞાનની જરૂર પડે છે, હાલમાં અમેરિકનો આખા યુરોપમાં બહુ મોટી સંખ્યામાં મુસાફરી કરે છે એટલે અંગરેજી ભાષા ઉપર સારે કાબુ હોય તે ખાસ વધે આવતા નથી પણ જરૂરી ફ્રેન્ચ ભાષાનું ઉપર ઉપરનું જ્ઞાન હોય તો સગવડ ઘણી આવે છે. કેન્યભાષાનું મુસાફરી પૂરતું જ્ઞાન મેળવવું હોય તે મને એમ કહેવામાં આવ્યું છે કે ત્રણું ચાર માસ એક એક લાક રોક્વાથી થઈ શકે છે અને પછી પારિસમાં તેને જાતિઅનુભવ થાય છે એટલે શીખી જવાય છે. લંચ અને જમવાની ચીજોના લીસ્ટ ને મેન્યુ (Manu) કહેવામાં આવે છે તે કેન્યમાં જાણવાની ખાસ જરૂર છે અને સંખ્યાવાચક શબ્દ પણ કેચભાષાના જરૂર જાણવા. બાકી દરેક મોટા સ્ટેશનોએ ઈન્ટરપ્રેટર (દુભાષીઆ) ઘણું ખરું હોય છે એટલે કામ ચાલે છે.
(c) યુરોપમાં મુસાફરી કરનાર ભૂગોળ ભણેલ હોય છે એમ આપણે માની લઈએ છીએ. છતાં યુરેપન અને પ્રાંતવાર નકશે જોઈ જ અને સાથે રાખ. મોટા શહેરની ભૂગોળ ધ્યાનમાં રાખી લેવી અને રેલવે લાઈનો સીધી કેવી રીતે મળે છે તેના પણ નકશા આવે છે તે જોઈ જવા અને પાસે રાખવા. છેલ્લી મેટી લડાઈ પછી ભૂગળમાં ખાસ કરીને સરહદમાં અને નામમાં ફેરફાર ઘણો થયે છે તેથી નવા નકશાને અભ્યાસ કરી લેવો. આ એકાદ કલાકનું કામ છે પણ જરૂરી છે. ભૂગોળના અને રેલવે લાઈનના ચક્કસ જ્ઞાન વગર ઘણું માણસ આડીઅવળી મુસાફરી કરી બેવડા ખરચમાં ઉતરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com