________________
સુરાપનાં સંસ્મરણા
ઇંગ્લાંટ
૧૨૦
શારદાનું કાવ્ય.’
મેટી નદીના સુંદર કિનારા પર આવી રહેલાં આ શારદા સ્થાનને જોતાં નેત્રને કે હૃદયને તૃપ્તિ નજ થઈ. એની વિશાળ વનવાટિકા, સુરમ્ય મેદાનેા, રમવાની વિશાળ જગ્યાએ નદીની ખા અને શહેરની મનેાહર સડક ઉપર આવેલી કૉલેજો જોતાં
લાગ્યા ચાક કે ન જણાયા સમય, એને છેાડતાં હિંદુસ્થાનને એ સ્થિતિએ પહાંચતાં કેટલાં વર્ષો થશે એ વિચારથી ક્ષેાભ થયા અને આપણે કેટલાં પાછળ છીએ એનું દુઃખદ્ ભાન થયું. એસકુંડથી લંડન સુધીના પ્રદેશ ઉનાળાની ઋતુમાં લીલાકુંજાર દેખાય છે. રમ્ય તીરપ્રાંતમાં આવેલા એ સુંદર પ્રદેશની તાજી સુવાસમાં તાળ થતા સાંજે પાછા નીકળ્યે અને ૧ કલાક ૨૦ મિ. માં લંડનમાં પેડીંગ્ટન સ્ટેશને આવ્યા. બન્ને વચ્ચેના અંતર હર માઈલ લગભગ છે. રિટર્ન ટીકીટના ભાવ ૧૫ાા શિલીંગ છે.
અહીની રેલ્વેમાં ફર્સ્ટ કલાસ અને થર્ડ કલાસ વચ્ચે બહુ મોટા તાવત નથી અને સેકન્ડ કલાસ તા છેજ નહિ. અંડરગ્રાઉન્ડ રેલવેમાં ટયુબમાં તે એકજ કલાસ અને બસમાં પણુ એકજ કલાસ. માત્ર રેલવે ડીસ્ટ્રીકટની હાય તેમાં ફર્સ્ટ અને થ એવા બે કલાસ હાય છે.
કેન્ટરબરી.
તા. ૨૯ મીએ ખસ (સારાબેન્ક–મોટી ઉધાડી ગાડી)માં એસી કેન્ટરબરી ગયા. એ ધર્મ ભાવનાનું ધામ છે. એક્સફર્ડમાં બુદ્ધિની અધિષ્ઠાત્રી સરસ્વતી દેવીનું ધામ જોયું તે અહીં હૃદયની અધિષ્ઠાત્રી ધર્મ ભાવનાનાં સ્થૂળ સ્વરૂપમાંથી કાંઈ જાણવા જેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com