________________
એસફડ યુનિવસિટિ
૧૫૯ નથી, ચારે તરફ શાંતિ દેખાય છે. અંડર ગ્રેજ્યુએટને યુનિફેમમાં ટોપી સાથે જોતાં આનંદ આવે છે. લેડી અંડરગ્રેજ્યુએટની પીઓ બહુ સુંદર હોય છે. યુનિવર્સિટિ.
એસફર્ડમાં માત્ર પાંચ કલાક રહ્યો. ઘણું જોયું અને બહુ સાંભળ્યું. જ્યાં સઘળે સમય સરસ્વતીની સફળ સાધના થતી હોય તે સ્થળમાં કેમ આનંદ ન આવે? લંડન કરતાં હવા પાણી સારાં અને લાલચના પ્રસંગે ઓછા. ઓકસફર્ડમાં ખાસ કરીને ભાષા સાહિત્ય (લીટરચેર) અને વિજ્ઞાન (સાયન્સ) ને અભ્યાસ વખણાય છે. ભાષણે તે બધા વિષયનાં થાય છે પણ ઉક્ત વિષય ઉપર અહીંનાં ભાષણે ઊંચા પ્રકારનાં ગણાય છે, જ્યારે કેબ્રીજ ગણીત અને ઈજનેરી માટે પ્રખ્યાત છે. લંડનમાં ઈજનેરી, કાયદો અને ડાકટરી માટે વધારે સારે અભ્યાસ છે. બાકી ઈંગ્લાંડ સ્કોટલાંડમાં સેંકડે યુનિવર્સિટિઓ છે. દરેક મેટા ગામની યુનિવર્સિટિ જૂદી હોય છે. અને તે દરેકમાં કાંઈ કાંઈ વિશિષ્ટતા (Speciality) રહેલી હોય છે. કોઈ કોઈ યુનિવર્સિટિ પરીક્ષા લેવાનું જ કાર્ય કરે છે, તેમાંની એક લંડન યુનિ. છે; બાકી બીજે તે residential Uni. હોય છે. આપણે ત્યાં હવે આવી શરૂઆત કરવાને વિચાર ચાલે છે તે ખરેખર બહુ ઈચ્છવા જોગ છે. હિંદુસ્થાનના પ્રમાણમાં ઓછામાં ઓછી એક હજાર યુનિજોઈએ. કહે છે કે યુનાઇટેડ કિડમમાં ૨૦૦-૨૫૦ યુનિવર્સિટિઓ છે. યુનિટ કાઢવા પહેલા તેની રચના કેવા પ્રકારની જોઈએ અને તેને ઉદેશ શું છે તે નક્કી કરવા માટે અહીં આવી યુનિ. ને અભ્યાસ કરવાની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com