________________
કેટરબરી
ભવ્ય દેવળ
૧૬૧
મળશે એમ ધારી ખાસ જોવા ગયો. રસ્તે રળિયામણે હતે. વચ્ચે નાનાં મેટાં ગામો નજરે પડતાં હતાં. લંડનથી ૬૧ માઈલ દૂર આ પવિત્ર ધામ આવેલું છે. મોટર સુંદર હતી રસ્તે રચે. સ્ટર નામનું શહેર આવે છે તે ઘણું મોટું છે અને ડુંગર પર ઉપર નીચે બાંધ્યું છે. દરેક નાના ગામમાં પણ વીજળી, ગેસ, ગટર, તે ખરીજ. રોચેસ્ટરમાં તે ટ્રામ તથા ટેલીફોન પણ હતા. કેટરબરી ઉતરી સહેજ નાસ્તો કરી ત્યાંનું સુવિખ્યાત (ચર્ચા) દેવળ જોવા ગયે. એ દેવળ ઘણું ભવ્ય છે. એમાં વિજેતાઓનાં સ્મારક છે અને મોટા આચબીશપની યાદગીરિ છે. થોમસ એ-બેકેટને અહીં જે સ્થળે મારી નાખવામાં આવ્યો હતો તે બતાવવામાં આવે છે. મંદીર દેખાવમાં ઘણું પુરાતન લાગે છે.
પ્રભુના ધામમાં, પ્રભુના સંતાનને ઘેર સંહાર કરનારને સ્થાન મળે એ ઘટના પણ કેવી વિચિત્ર! આવો અન્યાય, જેને તેઓ સ્વર્ગમાં રહી ન્યાય કરનાર પિતા માને છે તે સહન કરી શકતા હશે કે કેમ તેને ખ્યાલ આ લેકોને ભાગ્યે જ થતો હશે. પણ એ તત્ત્વજ્ઞાનની વાત થઈ. હાલ તે જે જોયું તે લખી લેવું, તે પર વિચાર આગળ ઉપર થઈ શકશે, એવો તુરતજ વિચાર આવ્યો. વખત થોડે હોય ત્યાં તત્ત્વજ્ઞાનની ચર્ચા કરવા બેસાય નહિ. મને આ મંદિર વિશાળતા અને કારિગીરિની દૃષ્ટિએ ઠીક લાગ્યું, બાકી સેંટ પલ જોયેલ હોય તેને અહીં આવવાની ખાસ જરૂર ન લાગી. મારગેટ,
અહીંથી પંદર માઈલ દૂર મારગેટ Murgate નામે એક હવા ખાવાનું સ્થાન છે. એ એક બંદર છે. ત્યાં જવા માટે બસ
૧૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com