________________
૧૫૪
યુરેપનાં સંસ્મરણ
'ઈંગ્લાંડ
પણ સાથે બે મજબૂત bulls ને રાખે છે. આ બુલમજબૂત માણસે વિદ્યાર્થીને પકડી શકે છે, દેડીને અટકાવી શકે છે અને પછી તે વિધાર્થીની તપાસ થાય છે અને સજા થાય છે. A student is liable to be procted. આ પ્રેરે ઘણા મજબૂત મનના મક્કમ અને માયાળ હોય છે અને વિદ્યાર્થીવર્ગ પર તેમની ધાક પણ ઘણી હોય છે. ઓકસફર્ડમાં છ સાત હજાર વિધાર્થીઓ છે તેમને આ નિયંત્રણમાંથી બરાબર પસાર થવું પડે છે. લંડનમાં કેળવણી તે ઘણું છે પણ રખડતા વિધાર્થીઓ ઉપર અંકુશ રાખે તેવું કઈ ખાતું ત્યાં નથી અને લંડનને મોટો વ્યવહાર અને મેટી વસતી હેવાને કારણે તેવું બની શકે તેમ પણ નથી.
“રમત-બેટીંગ.” અહીં વિધાર્થીઓ કિકેટ, ટેનીસ અને ગોલ્ફ બહુ રમે છે અને તેમાં ખાસ પ્રવીણ થાય છે. જેને જેનો શોખ હેય તે તે રમે, પણ તેમને સર્વથી વધારે આનંદ તે નદીમાં બેટીંગ-હેડી ચલાવવાનું છે. દરેક કેલેજની બાજી Barje નદીમાં હોય છે. બાજે એટલે કાંઠા ઉપર તરતું રેસ્ટોરાં. તેમાં ખાવા પીવાનું મળે છે. બાવીશે કેલેજની બાજો નદીમાં હોય છે. નાની નાની બેટમાં વિદ્યાથીઓ હાથે હલેસાં ચલાવી કસરત કરે છે. એનાં punting, paddling અને rowing: એમ ત્રણ પ્રકાર હોય છે. પન્ટીંગમાં મેટા વાંસડાને રેતીમાં દબાવી મછવો ચલાવ, પેડલીંગમાં ચાટવા નાના હોય છે અને રોગમાં મેટા હોય છે. બધી કેલેજો વચ્ચે બેટીંગની હરીફાઈ, થાય છે. એક દિવસ એકસફર્ડ અને કેબ્રીજ વચ્ચે લંડનમાં બેટીંગની રેસ થાય છે તેમાં માત્ર બેજ હોડીઓ હોય છે, દેઢ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com