________________
(૧૩) પૃથ્વી.
વળી પૃથ્વી જેની ઉપર આપણે ઉભેલા છિયે તે કરતાં બીજું, વધારે વાસ્તવ આપણને કશું જણાતું નથી. પણ જે આપણે, એક આખા પથ્થર અથવા આપલફળને જેવું ગણિયે છિયે તેમજ આખી પૃથ્વીને પણ ગણીને તે માટે બલિયે, તો તેને બરાબર ખ્યાલ ઉપજાવવાને આપણું જ્ઞાન શકિત અશકત છે અથવા તો અસલી ભાષા બનાવનારાઓની જ્ઞાનશકિત અશકત હતી. તેઓ પાસે એક નામ તો હતું, પણ તે નામથી જે જણાતું હતું તે હદવાળું, અથવા દેખીતી દ્રષ્ટિમર્યાદાથી જે ચહારે બાજુએ ઘેરાયેલું છે તે નહિ, પણ તેની પેલીમેર જે ફેલાયેલું છે, જે થોડુંક દેખીતું અને ખુલ્લું પણ ઘણું વધારે અણદીઠ અને અસ્પષ્ટ છે, તે હતું.
અસલી માનસે આ પહેલા વિચારો ઘણું પ્રાચિન કાળમાં દાઠાવેલા હોવા જોઈએ કે જે આપણને વગર વિસાતના જણાય, પણ એ ઉપરથી કઈ તરફ આપણને જવાનું બની આવે, તેને જે વિચાર કરિયે, તો તે ઘણા નિર્ણયકાર માલમ પડે છે.
ઈન્દ્રિથી અથવા તર્કશકિતથી જણાય એવા અંતવંત (finite) પદાર્થો જેમને હાથ લગાડી શકાય, તેઓની સમજ (ધ્યાનમાં આ વ્યા) ઉપરથી આ વિચારો, માનસને ગમે કે ન ગમે તે પણ, જે પદાર્થો તદન સમર્યાદ નથી તે સમજવામાં તેને મદદ કરે, કે જે પદાર્થો વહેતથી માપી શકાતા નથી, અથવા દ્રષ્ટિનાં મોટામાં મોટાં કુંડાળાંથી જઈ શકાતા નથી. આ વિચારરૂપી પગલાં પેહલાં ગમે એવાં નાનાં હેય, તોપણ અનત અને બેમાલુમ શક્તિ સાથેનો ઇન્દ્રિથી જણાય એ સંબંધ જે દિશા માર્ગે માનસ ઉંચામાં ઉંચી ટચ ઉપર પહોંચી શકવાને, એટલે કે અનત અને ઈશ્વરી શક્તિનો ખ્યાલ કરવાને, સરજેલું છે, તે માર્ગે તેને પહલવેહલો વેગ અને સદા ની એવી સૂચના એજ પગલાંથી મળ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com