________________
(૧૨) છિયે. પણ કદિયે આખી કે તેની તેજ નદી આપણું દીઠામાં આવતી નથી. તે નદો આપણને ગમે એવી જાણીતી હોય, તે પણ તેના બેમાલુમ મૂળ અને માલુમ મુખ એ બંને આગળ આપણી પાંચ ઇન્દ્રિયોની નજર તે છટકાવી જાય છે.
સેનેકા પિતાના એક પત્રમાં લખે છે કે “આપણે મોટી નદિપોનાં મથાળાં અથવા મૂળ વિષે ત્રાસથી વિચાર કરિયે છિયે.જે નાળું અણથતુ અથવા ધસારાબંધ અંધારામાંથી નિકળી આવે છે તેને માટે આપણે વેદી બાંધિયે છિયે. ગરમ પાણીના ઝરાની આપણે પૂજા કરિયે છિયે, અને અમુક સરોવરને તેમનાં અંધારાને લીધે તથા અગાધ ઉંડાણને લીધે પવિત્ર સમજિયે છિયે.
- જે સર્વ લાભ, નદીના કિનારા ઉપર વસ્તાં લોકોને તેઓનાં ખેતર કુળવંત થયાથી, ઢોરોને ચારો મળ્યાથી, અથવા શત્રુની સામે કોઈ પણ કીલલા કરતાં સરસ બચાવ થયાથી મળે છે, તેને વિચાર કર્યા વિના, તથા વળી એક ગુસ્સે થયેલી નદીથી જે ભયંકર નુકસાન થાય છે, અથવા તેના મોજામાં ડુબી ગયાથી જેએનું એકાએક મેત નિપજે છે, તેનો પણ વિચાર કર્યા વિના, જેમાં એક પરદેશી કયાંથી આવે છે અને ક્યાં જાય છે, તેની ખબર પડતી નથી, તેમ તેના રોહ અથવા ઝરાનો દેખાવજ માત્ર આ દુનિયાના અસલી રેહવાસીઓના દીલમાં એક એવી લાગણી ઉત્પન્ન કરવાને પુરતે હતા, કે પૃથ્વીની જે નાની રજકણને તેઓ પોતાની, અથવા પિતાનાં ઘર તરીકે ગણતા હતા, તેની પેલી પાર ચારે બાજુએથી અણદીઠ, અનન્ત અથવા દિવ્ય શક્તિઓથી તેઓ ઘેરાયેલા છે.
* જાણવાની શકિત. t નુકસાનકારક પુર આવૈલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com