________________
( ૧૦ ) ધરાવે છે. તેનાં ઘણાં ઉંડાં ગયેલા મુળિયાં આપણને માલમ પડે એવાં નથી, તથા તેનું મથાળું આ પણે માથે ઘણું ઉંચે ગાયેલું હોય છે. એવાં કાઠનીચે આપણે ઉભા રહી તેને હાથ લગાડી શકિયે ઉંચું ડેકું કરીને જોઈ શકિ; છતાં એક જ પલકારે તે સામટું આપણા ધ્યાનમાં આવી શકશે નહિ. એ સિવાય આપણા પોતાના જ હવા પ્રમાણે ઝાડમાં છવ છે : જેકે ભારવટિયું તે નિર્જીવ છે. અસલી લોકો પણ એમ જ સમજતાં હતાં, અને આ વિચાર જણાવવા માટે “ઝાડ જીવે છે કરીને નહિત બીજી કઈ રીતે તેઓ બોલી શકે? એ પ્રમાણે બોલ્યાથી તેઓ એટલું બધું નહિ કેહવા માગતા હતા, કે ઝાડમાં કાંઈ ઉફાળો, દમ, તથા ધડતી નાડ ચાલે છે. પણ આટલું તો તેઓ ચોકસ માનતા હતા કે જે ઝાડ તેઓની નજર આગળ ઉછરી આવતું તથા ઉગતું હતું, અને જે ઉપર ડાંખળાં, પાંદડાં, કુલ તથા ફળ ઉગતાં હતાં, જે પોતાના પાંદડાં શિયાળામાં ખેરવતું, અને જેને છેલે સરવાળે કાપી અથવા મારી નાખવામાં આવતું, તેમાં તેઓનાં ઇન્દ્રિ જ્ઞાનથી નહિ માલમ પડે એવું, નહિ જણાયેલું અને વિલક્ષણ, પણ જેનાં અસ્તિત્વ માટે ના કેહવાય નહિ એવું કાંઈ વાસ્તવ છે; અને આ નહિ જણાયેલી, નહિ જાણી શકાય એવી, તોપણ ના નહિ પાડી શકાય એવી કોઈ વસ્તુ તેઓમાંના વધારે વિચારવંત માન. સને સદા આશ્ચર્યનું મૂળ થઈ પડી. એક હાથઉપર તેઓની ઇનિદ્રથી તે સમજાતી હતી, પણ બીજા હાથઉપર તે તેઓ પાસેથી છટકી જતી, પડી જતી, અને અલોપ થઈ જતી હતી.”
પહાડે.
--00
* એજ પ્રમાણેની અજાયબી પહાડ, નદી, સમુદ્ર અને પૃથ્વીના અવલોકન સાથે ભેળાઇ ગઈ જે આપણે એક પહાડને તળિયે ઉભા રહીને તેની વાદળાંમાં ગુમ થતી ટોંચતરફ ઊંચે નજર કરિયે, તો જેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com