________________
(૧૩) જોઈએ એવી ખરેખરી બાબદતરફ જરા નજર કચે. અશ૫ અકેલે અથવા વળી યુટનને ધર્મ, શું એક ખેડુત છોકરાના ધમે જેવો જ હ ? કેટલીક બાબદમાં હા, હત; સઘળી બાબાદમાં ન હતું. જે લોકોને મુખ્ય કરીને આ ઇંગ્લેન્ડના લોકોને, હજી ખબર ન હોય કે ધર્મ સાથે, વળી ધર્મના જીવ પ્રાણસાથે, કેળવણીને કાંઈ લાગતું વળગતું છે તે ખચિત મે, આરનોલડે ફોકટ વાદ કર્યા એમ સમજવું. બિશપ અકેલેએ ઠોઠમાં ઠોઠ અને અભણમાં અભણ ખેડુત છોકરા સાથે એકજ ઠેકાણે પ્રાર્થના કરવા ન પાડી નહેત પણ “ઈશ્વર, તે પિતા, ઈશ્વર તે પુત્ર, ઇશ્વર તે પવિત્ર આત્મા એવા શબ્દવિષે એ મહાન વિદ્વાન જે વિચાર ધરાવતો તે ખચિત તેની પાસેના ખેડુત છોકરાના વિચારથી એટલા જુદા હતા, કે એકનાએકજ શબ્દથી દર્શાવેલા કોઈ બે વિચાર એથી વધારે જુદા ન હોય.
અને આપણે માત્ર બીજાઓવિશે જ નહિ પણ આપણે પતાને વિષે પણ વિચાર કર્યો. મંડળીના જુદા જુદા પ્રકારવિજ નહિ પણ આપણી બાલ્યાવસ્થાથી તે વૃદ્ધાવસ્થા સુધીના પ્રવાસમાં જે જાદી જુદી સ્થિતિમાંથી આપણે પસાર થઈયે છિયે વિષે વિચાર કર્યો. એ કોણ છે કે જે પિતાના અંત:કરણને અનુસરીને એમ કહી શકે કે બાલ્યાવસ્થામાં જેવો ધર્મ હું પાળ હત તેજ ધર્મ હું તરૂણાવસ્થામાં પણ પાછું છું, અથવા તરૂણવસ્થામાં જે ધર્મ હું પાળતો તેવો જ વૃદ્ધાવસ્થામાં પણ પાળું છું? આપણે પોતાને હાથે એમ ઠગાવું કે સર્વથી પૂર્ણ આસ્થા તે બાળકને પેરે રાખેલી આસ્થા છે, એ સેહલું છે. એના કરતાં બીજું વધારે સાચું કશું હોચ નહિ; અને જેમ જેમ આપણે વૃદ્ધ થતા જઈયે તેમ તેમ બાળકપેરે આસ્થા રાખવાનાં ડહાપણની સમજ આપણે વધારે વધારે શિખતા જઈયે છિયે. પણ એમ કરતાં શિખવા પહેલાં આપણને એક બીજી શિક્ષા લેવાની છે તે એકે આપણી બાલિશ રીતભાત છોડી દેવી. અસ્ત પામતા અને ઉગતા સૂર્યનો એક જ પ્રકારનો ઝળકાટ છે; પણ એ બંને વચ્ચે એક આખી દુનિયા, આખી પૃથ્વી ઉપર આખા આકાશમાંથી થતા પ્રવાસ અંતર રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com