________________
(૧૬૯) ખંડ નવમો.
-00પણ ઈંદ્રદેવોને પાછો જઈ મળ્યો ત્યાર પહેલાં તેને આ અડચણ જણાઈ. આ આત્મા, (પાણીમાં પડછાયો)* જ્યારે શરીર સારી પેઠે શણગારાયેલું હોય છે, ત્યારે તે પણ શણગારાયેલો હોય છે, જ્યારે શરીર ઉપર સારાં વાસ હોય છે, ત્યારે તેણે પણ સારાં વસ્ત્ર પહેરેલાં હોય છે,
જ્યારે શરીર સારી રીતે સ્વચ્છ કરેલું હોય છે, ત્યારે તે પણ સારી રીતે સ્વરછ થયેલો હોય છે, તે જે શરીર આંધળુ હશે તે આત્મા પણ આંધળો હોવો જોઈએ, જે શરીર લંગડું હશે, તે તે પણ લંગડે હવે જોઈએ, જે શરીર લુલું હશે, તો તે પણ લુલો હોવો જોઈએ, અને ખરું જોતાં જેવું શરીર નાશ પામ્યું કે તે આત્મા પણ નાશ પામશે. માટે આ (મત)માં મને તે કાંઈ માલ દેખાતો નથી.'
તે પિતાના હાથમાં સમિધ લઈ શિખ્યદાખલ ફરી પ્રજા પતિ પાસે આવ્યો. પ્રજાપતિએ તેને કહ્યું “મઘવત્ (ઇંદ્ર) તું વિરોચન જડે તારાં દિલમાં સંતોષ પામી ગયો હતો, તે પાછો શા કારણે આવ્યો ?”
“તેણે ઉત્તર વાળ્યો “મહારાજ, આ (છાયો) જ્યારે શરીર સારી પેઠે શણગારાયેલું હોય છે ત્યારે તે પણ શણગારાયેલો હોય છે, જયારે શરીરઉપર સારાં વાસ હોય છે, ત્યારે તે ઉપર પણ સારાં વસ હોય છે જયારે શરીર સારી રીતે સ્વચ્છ કરેલું હોય છે, ત્યારે તે પણ સારી રીતે સ્વચ્છ હોય છે, તે જે શરીર આંધળું હશે તો તે પણ આંધળો હોવો જોઇયે, જે શરીર લંગડું હશે તો તે પણ લંગડો હોવો જોઈએ, જો શરીર લુલું હશે તો તે પણ લુલો હોવો જોઈએ, અને ખરૂં જતાં શરીર નાશ પામતાં જ તે પણ નાશ પામશે, માટે આ (મત) માં તો મને કાંઈ માલ દેખાતો નથી.” *, * ટીકાકાર જણાવે છે કે જેને ઈદ્ર અને વિરેચન, બંનેએ પ્રજાપતિએ જે કહ્યું તેને ખરા ભાવાર્થ સમજવામાં ભૂલ કરી હતી, પણ જ્યારે વિરેચન શરીરને આત્મા સમજતો ત્યારે ઈદ્ર એમ સમજો કે શરીરને છાશે. તે આત્મા હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com