________________
(૧૬૮) ઈયે છિયે તે એટલે સુધી કે તેની છબીમાં વાળ અને નખ પણ જણાય છે.”
પ્રજાપતિએ તેમને કહ્યું “તમારું શરીર શણગાર્યા પછી, સર. સમાં સરસ વસ પહેર્યા પછી, અને સ્વચ્છ થયા પછી એક વાર ફરી એ પાણીના પિણામાં જુવો.”
તેઓએ શણગાર કર્યા પછી, સરસમાં સરસ વસ્ત્ર પહેર્યા પછી અને સ્વચ્છ થયા પછી પાણીના પિણામાં જોયું.'
“પ્રજાપતિ બોલ્યા તમને શું દીસે છે ?”
તેઓએ ઉત્તર વાળ્યો જેવા અમે છિયે તેવા સારી રીતે શણગારાયેલા, સરસમાં સરસ વસ પેહરેલા અને સ્વચ્છ, એવા અમે હિંયાં બંને છિયે; માહરાજ, સારી રીતે શણગારાયેલા, અમારાં સસમાં સરસ વસ્ત્ર સાથે અને સ્વચ્છ.
" “પ્રજાપતિ બોલ્યા “તેજ આત્મા છે, એજ અમર છે, નિર્ભય છે, એજ બ્રાહ્મણ છે.”
પછી બંને પોતાના દિલમાં સતિષ પામી ચાલ્યા ગયા. ” “અને પ્રજાપતિ તેઓની પાછળ જઈને બોલ્યા “આ બંને જણ જાણ્યાવિના અને જોયાવિના જતા રહે છે, અને એ બંનેમને કોઈય, પછી તે ટેવ હોય કે અસુર, જે એ મત (ઉપનિષદ) પ્રમાણે ચાલશે, તે મરણ પામશે.”
હવે વિરોચન પોતાના દિલમાં સંતોષ પામી અસુરો આ ગળ ગયો, અને તેઓ આગળ એ મતનો ઉપદેશ કર્યો કે માત્ર આત્માની જ (શરીરનીજ) પૂજા કરવી જોઈએ, અને આત્માનીજ (શરીરનીજ) સેવા કરવી જોઇયે, અને જે એ આત્માની પૂજા કરે છે, અને એ આત્માની સેવા કરે છે, તે બંને દુનિયા આ અને આવતી, પામશે.”
માટે હાલ પણ જે માનસ આ જગતમાં દાન નથી રહે, જેને શ્રદ્ધા નથી, જે બળીદાન નથી કરતો, તેને અસુર કહે છે, કા૨ણ કે એજ અસુરને મત (ઉપનિષદ) છે. તેઓ મરણ પામેલાંનાં શરીરને સુઘધ, પુષ્પ અને સુંદર વસથી શણગારે છે અને ધારે છે કે એમ કર પિલી દુનિયા ઉપર તેઓ જય પામશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com