________________
(૧૫૬) હિંદુસ્થાનમાં તે જાણે બહારથી આવત એવો કોઈપણ ધર્મ ન હતો કે જે ધર્મમાં જ્યારે બ્રાહ્મણે પિતાના જુના દેવો અને રક્ષાકર્તને હી બેઠા ત્યારે આશ્રય લે : એટલા માટે ગ્રીક અને રોમન લોકોની પેઠે એક બાજાએ મેહ મરડીને ફરી નવેસરથી આરંભ કરવાને બદલે, તેઓ પિતાને જાણીત માર્ગ શ્રમ ખેંચતાજ ચાલ્યા, તે એવે ભરોસે કે તેઓની ઈદ્રિયો જ્યારથી પહેલવહલે સચેતન થઈ ત્યારથી જ જે તેમના મનમાં સદા હાજર હતું, પણ જેને કદીએ મક્કમપણે ગ્રહણ કરવાને, સમજવાને કે નામ આપવાને તેઓ શકિતમાનું ન હતા, તેના શોધમાં જ તેઓ થાક્યા નહિ તો ખરે માર્ગે જઈ પહોંચે.
તેઓએ પેલાં જુનાં નામે તજી મુકયાં, પણ જેને નામ આપવાને તેઓએ પ્રયત્ન કર્યો હતો તે ઉપરની પિતાની આસ્થાને કાંઈ તેઓએ ત્યાગ ન કર્યો. તેઓના જુના દેવાના યજ્ઞવેદી ભા. છ નાંખ્યા પછી તે અહિં તહિં વિખેરાઈ પડેલી ઈટોથી પેલા નહિ જણાયેલા ઈશ્વર માટે એક નવી યાદી બાંધી–જે ઇશ્વર નહિ જણાયેલે નહિ નામવાળે અને તે પણ સર્વ-વ્યાપક છે જે હવે વધારેવાર પહાડો અને નદિયોમાં, આકાશ અને સૂર્યમાં, વરસાદ અને ગર્જનામાં જણાતો ન હતો, પણ જે તે વેળા હાજર તો હતો અને કદાપિ તેમની પડોશમાં, તેમની મેર ફરી વળેલો હોય તે કાંઈ વરૂણની પેઠે સર્વને ઘેરી લેતો અને સર્વવ્યાપી હવાઈ પદાર્થ નહતો, પણ વધારે નિકટ સંબંધમાં અને વધારે અંતરના ભાગમાં હાજર હતો, એટલે તેઓના પોતાના જ કેહવા પ્રમાણે તેઓના અંતઃકરણમાને હવાઈ પ્રવાહ હતો, કદાપિ તેજ તેઓનું અંતઃકરણ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com