________________
(૧૪૬ )
લાગે છે અને આટલા પૂર્વકાળમાં એવી અરજ આપણું જોવામાં આવે એવી આશા આપણે કવચિત જ રાખવી જોઇએ. પણ મનુષ્યના ઈતિહાસમાં પણ આપણને એ બધા શિખર પડે કે દરેક વસ્તુ જે નવી છે તે જુની છે અને જુની છે તે નવી છે. આ દુનિયાં અને માનસના વિચાર કેટલા લગોલગ સાથે રંગાઇ રહે છે તે વિષે વિચાર કરે. આસ્થા (યકીન) શબ્દને માટે શ્રદ્ધા કરીને જે શબ્દ હિયાં પેહલી જ વાર વપરાયો છે, તે તેજ શબ્દ છે જે આપણને વળી લાતિનમાં cred૦ કરીને મળે છે, કે જે શબ્દ હજીસુધી અંગ્રેજી creedમાં દેખાય છે. જેને રોમન લોકો દિદિ (credidi) કેહતા તેને બ્રાહ્મણે શ્રદ્ધા કેહતા; અને જેને રોમન લોકો દિન તમ્ કેહતા તેને બ્રાહ્મણ લોકો શ્રદ્ધતમ્ કેહતા. માટે તે શબ્દ અને તે વિચાર આર્ય કુટુંબ જુદું પડયું અને સંસકૃત, સંસકૃત જેવી થઇ અને લાટિન લાતન જેવી થઈ ત્યારપેહલાં હયાત હોવા જોઈયે. તે પૂર્વ કાળમાં પણ વળી માને, જે કાંઈ તેઓની ઈદ્રિથી સમજાય નહિ (ગ્રહણ થાય નહિ) અથવા તેઓના તર્કથી કલ્પી શકાય નહિ તેને પણ તેઓ માનતા; તેઓ માનતા, અને તેઓ માત્ર એક સત્ય તરીકે માનતા એટલું જ નહિ, પણ એ ભાવને માટે તેઓએ એક શબ્દ બનાવ્યા હતા.. એટલેકે આ પ્રમાણે માનવાથી તેઓ શું કરતા હતા તેની તમને ખબર હતી, અને તે મન-ક્રિયાને આપવાનું નામ આપીને અભિશેક કરી. આ મળતાપણાંથી શું અર્થ નિપજે તે સઘળું સમજાવાને મને બની શકતું નથી; હું તો માત્ર હિયાં તે અપાર દેખાવ તરફ તમારું ધ્યાન ખેંચી શકું, જે દેખાવ આપણને એકલો પેલો શબ્દ આપણી આંખ આગળ આલાસ અને કેસની પેલીગમ અતિ દૂર હિમાલય પર્વત સુધી લાવી ઉભો રાખે છે..
તોપણ આ દેવ ઈક, જેને બીજા સર્વ દેવો પહલાં કબુલ રાખવામાં આવનાર હતું જયારે બીજા ઘણાખરા દે તો માત્ર વગર સાબીતીએ કબુલ રખાયા હતા, ત્યારે તેજ ઈંદ્ર તેના પૂજારિયોનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com