________________
( ૧૧૬ ) ચમત્કારોમાં કાંઈક એવું તે શોધતા હતા કે જેને તેઓએ પાછા ળથી દેવિક ગમ્યું. પણ પેહલતા જે જુદી જુદી વસ્તુઓની તેઓ સ્તુતિ ગાતા તેઓના ગુણ ઉંચામાં ઉંચા જેટલા જણાવી શકાય તે જ જણાવી તેઓ સંતોષ પામતા હતા. આટલું કર્યા પછી, અને કદાચ એ કરતાં કરતાંજ, એમાંનાં કેટલાંક વિશેષણ જે આ સ્તુત્ય વસ્તુએમાંની ઘણીખરી અથવા સઘળીને લાગુપડતાં, તે વિશેષણો એક સ્વતંત્ર રૂપ લઈ બેસવાલાગ્યાં; અને એ પ્રમાણે જેને આપણે દેવિક કહિયે છિયે તેનાં પ્રથમ નામ અને તે વિષેનાં કલ્પાંતર ઊભાં થયાં. પર્વત, નદિયો, આકાશ અને સૂર્ય જે જીવતાં અને કાર્યકત (અસૂર), નાશ ન પામે એવાં (અજર), ન મરે એવાં (અમર્ત્ય), અથવા પ્રકાશિત (દેવ) એ નામે ઓળખાવા લાગ્યાં, તો આમાંનું દરેક વિશેષણ થોડા વખત પછી એવા આત્માઓના વર્ગનું નામ થઈ પડ્યું હોય, કે જે તેઓની અવિકારો જીવનશકિત, તેએનું ક્ષયમાંથી મેળાપણું અથવા તેઓને પ્રકાશ દેખાડે એટલું જ નહિ, પણ એ શબ્દોથી બીજો જે પણ વિચાર જણાવી શકાય તેપણ દેખાડે. માટે અગ્નિ અથવા દેવતા, દેવ અથવા પ્રકાશિત આત્માના વર્ગમાં છે, એમ કેહવુ તે દેવતા પ્રકાશ છે એમ કેહવું તેથી ઘણું જુદી વાત છે. વળી શું આકાશ, કે સૂર્ય સુરજ, એક અસૂર, જીવતું પ્રાણું છે અથવા અમર્ય, અમર પ્રાણું છે, એમ કેહવાથી જે અર્થ ઉઠે, તે, આકાશ નાશ નથી પામતું અથ. વા સર્ય ક્રિયાશક્તિ અને હાલતો ચાલતો છે, તે કરતાં બહુ બહોળો છે. અસૂર એટલે શરીર સંપત્તિયુકત, અજર એટલે નાશનહિ પામે એવું, અને દેવ એટલે ચળકતું, એવાં જે સાધારણ વિશેષણ છે તેઓ સદા ઘણું વસ્તુઓને તેનો તેજ ગુણ દેખાડવા માટે વપરાયછે; પણ પ્રથમ એકેશ્વરમતના પક્ષકારો જે આ કરતાં વધારે કેહવા માંગતા ન હોય કે, ઈશ્વર જે વિશેષ્ય, જેને શેાધ કરવામાં આવ્યા છે અને જે હળવે હળવે સમજવામાં આવ્યું છે, તથા એશ્વર્યને વિશેષણાર્થ (ઈશ્વરની ધારણા) મૂળ જાતેજ એક છે, તો આવા મત વિષે કાંઈ કેહવું પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com