________________
(૧૧૭) પણ જે સવાલ સાથે હાલ આપણને કામ છે તેને આ છે, કે આ ધારણા કેમ સફળ થઈ; કેટલાં પગલાં ભર્યા પછી અને કેટલે નામે, અનંત વિષેનું કલ્પાંતર ગ્રહણ થયું, અજાણને નામ અપાયું, અને છેલે સરવાળે દૈવિક રૂપને પહચાયું. વેદમાં જે આત્માઓને દેવ કહેલા છે તેઓ ઘણી જગ્યાએ હજી ગ્રીકમાં જેને લઈ કહે છે તેની બરાબર પણ નથી કારણકે ગ્રીક લોકો છેક હેમરના વખતથીજ સંદેહ રાખતા આવ્યા છે કે દેવને નામે ઓળખાતા આત્માઓની સંખ્યા અને તેમના સ્વભાવ ગમે તેવા હેય, તે પણ કોઈએક પણ શ્રેષ્ઠ તે હો જોઈએ, પછી તે દેવ હોય કે દેવ હોય, તથા દેવ અને મનુષ્યનો કાંઈ નહિતે એક પિતા હોવા જોઈએ. વળી વેદના કેટલાક ભાગોમાં પણ ઉપલો વિચાર નિકળી આવે છે ખરો, અને આપણે એમ વિચારકરિયે કે જેમ ગ્રીસ, ઇતલી, જર્મની અને બીજા દેશમાં તેમજ હિંદુસ્થાનમાં પણ એક દેવ મે. ળવવાની જે ધર્મ સંબંધી અભિલાષા છે, તે એક અધિરાજાની સત્તા માનનાર અનેક દેવને માનવાના મતથી પુરી પડે. પણ હિંદુનું મન થોડી વારમાં એથી પણ આગળ વધ્યું, અને સરવાળે સઘળી દેવોને અમાન્યૂ કરવાની તેને કેવી રીતે ગરજ પડી અને સઘળા દેવા, તેમાંથી વાસ્ પતિ અથવા વરૂણ, અથવા ઇદ્ર અથવા પ્રજાપતિ પણ બચ્યા નથી. એ સઘળા કરતાં કોઈ વધુ ચઢિયાતા દેવના શોધમાં નિકળવાની એને કેવી જરૂર પડી તે આપણે જોઈશું. હાલતે વેદમાં આવતા દેવોની ઊત્તિવિષે વિચાર કરતાં, મારે જે મુખ્ય કરીને દેખાડવું છે તે એ કે, એ સઘળા દેવો જુદાં જુદાં મૂળથી નિકળવાને લીધે એક બીજા સાથે કાંઈ પણ સંબંધ ધરાવ્યા વિના, પેહલાં તે અકેકની જોડેજોડ નિકળી આવે, કે જે દરેક દેવ પિતાના મંડળમાં પૂર્ણ હોય, અને આ દરેક મંડળ ડેક વખત તે તેના પૂજારિયોની દ્રષ્ટિની આખી મર્યાદા ભરી નાખે, એ સઘળું કાંઇ જ નહિ પણ સ્વાભાવિક છે.
વેદનાં મત્રાનાં મુખ્ય મહત્વ અને રસ આ વાતમાં સમાઈ
5
ઉદના
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com