________________
(૧૧૫) રીતે તૃમ થાય છે તે મતથી ઊપલું મત નિરાળું રહે. વેદમાં એક દેવ પછી બીજાની આરાધના થાય છે. એવી વેળા એક દેવતાઈ આભાને માટે જે કેહવાઈ શકે તે સઘળું એ દેવને માટે કેહવાય છે. કવિ જે વેળા કોઈ દેવની આરાધના કરે છે ત્યારે બીજા કોઈ દે છે જ નહિ એવું સમજો દીસે છે. પણ એકજ મંત્ર સંગ્રહમાં, કઈક વેળા વળી તે જ મંત્રમાં બીજા દેવોનાં પણ નામ દેવામાં આવે છે, અને તેઓ પણ ખરાજ દેવિક, ખરાજ સ્વતંત્ર છે, અને કદાપિ શ્રેષ્ઠ પણ હેય. પૂજારીની ભાસન (ચૈતન્ય) એકાએક બદલાતી દીસે છે, અને જે કવિ એક પળે આકાશ અને પૃથ્વીના હામદાખલ મૂર્ય સિવાય બીજા કોઈને જે તે ન હતા, તે જ કવિ હમણા તેજ આકાશ અને પૃથ્વીને સૂર્ય તેમજ બીજા સઘળા દેવોનાં પિતા તથા માતા તરીકે જુવે છે.
ધર્મ સંબંધો વિચારનું આ રૂપ સમજી શકવું આપણને અને ઘરું લાગે, પણ જો આપણે આટલું ચાદ રાખે કે ઈશ્વર વિષેની કલ્પના, જેવી આપણે કપિયે છિયે તેવી હજી નક્કી અને થવા ચાસ થયેલી ન હતી, પણ માત્ર હળવે હળવે પૂર્ણ થતી ગઈ, તે એ રૂ૫ સર્વ પ્રકારે સમજી શકાય તેવું, અને ખરૂં કહિયે તો, અનિવાર્ય માલમ પડશે. કવિ સૂર્યને ઉંચામાં ઉંચી શકિત આરોપી ગયા છે. પણ વળી સૃષ્ટીમાંના બીજા દેખાવને પણ તેઓ એટલીજ મટી શકિત આરોપી ગયા છે. પર્વત, ઝાડ, નદી, પૃથ્વી, આકાશ, તુફાન, અગ્નિ એ સઘળાંનાં જેમ બને તેમ વધુ વખાણ કરવાં એ તેમને હેતુ હતા. આ શ્રેષ્ઠ સ્તુતિ પામી આમાં દરેક વારાફરતી શ્રેષ્ઠ અથવા ઉત્કૃષ્ટ સર્વશક્તિમાન દેવ થઈ બેઠે; પણ એમ કેહવું કે તે કવિ આમાંના દરેકને ઈશ્વર અથવા દેવ કરીને પણ કહી ગયા છે, એતો કાળગણત્રી કરવામાં આપણી સમજાની ભૂલ સરખું છે; કારણકે જયારે તેઓએ આ પિલવેહલી
સ્તુતિ ગાઇ તે વખતે તેઓની જાણમાં ઈશ્વર અથવા દેવ એવો શબ્દ અથવા એવી કલ્પના જેવું કાંઇ નહોતું. બેશક, આ સઘળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com