________________
(૧૧૦)
ધારવામાં આવ્યો છે; ખરું જોતાં તો એને આ દુનિયાને હાકેમ, સ્થાપનાર, તથા કર્તા તરીકે લેખવામાં આવ્યો છે.
જે વૃદ્ધિ પ્રકારથી સૂર્ય માત્ર એક પ્રકાશમાન ગળામાંથી બદલાઈને દુનિયાનો પેદારનાર, રક્ષણ કરનાર, અમલ કરનાર અને સુફલ આપનાર થાય છે, ટુકમાં, એક દૈવિક અને શ્રેષ્ઠ આત્મા થાય છે, એ સઘળું આપણે વેદમાં ક્રમાનુજમ જોઇ શકિયે.
પહલે પગલે આપણે માત્ર અજવાળાંમાંથી એવા પ્રકાશતરફ જઈયેષેિ કે, જે પ્રકાશ સહવારમાં માનસને ઉંઘમાંથી જાગૃત કરે છે, અને જે માનસને જ નહિ પણ આખી સૃષ્ટિને નવો જન્મ આપતો જણાય છે. જે આપણને સહવારમાં જગાડે છે, જે આખી સૃષ્ટિને નવી જીંદગી આપે છે, તે થોડા વખતમાં “નિત્યનો જીવદાતા” કેહવાય છે. .
બીજું, એક બીજી અને વધારે સાહસિક વિચારસંકલનાથી નિત્યના પ્રકાશ અને જીંદગીના આપનારને, સઘળી જાતના પ્રકાશ અને જીદગીનો આપનાર કેહવામાં આવ્યો. જે ધણી આજે પ્રકાશ અને જંદગી આણે છે, તે સૌથી પ્રથમ દિવસે પ્રકાશ અને જિંદગી લઈ આવ્યો તે જ છે. જેમ દિવસનો આરંભ પ્રકાશથી છે, તે જ પ્રમાણે મકાશ સૃષ્ટિનો પણ આરંભ હતો; અને સૂર્ય જે પહેલાં માત્ર પ્રકાશ લાવનાર અથવા અંદગી આપનાર હતા, તે હવે જગને સૂછા, અને સૃષ્ટા, તો વળી થોડા વખતમાં તેના હાકેમ પણ થયો.
ત્રીજુ, રાતનું અંધારું હાંકી કહાડ તેમજ પૃથ્વિને ફળદ્રુપ કરતો હોવાથી, સૂર્ય સઘળી જવતી વસ્તુઓને રક્ષણ કર્તા અને સંભાળ લેનાર વિચારવામાં આવ્યા.
ચોથે, સૂર્ય દરેક વસ્તુ જુવે છે, પછી તે ભલી હેય, કે ભુંડી; અને આમ જતાં તો આ કેવું સ્વાભાવિક છે કે કુકર્મિને આપણે કહિશે કે, જે માનસની આંખે દીઠું નથી તે સૂર્ય તે જુવે છે, અને તેમજ કોઈ નિર્દોષ માનસ, જેને બીજી કોઇ બાજુથી આશ્રયની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com