________________
(111) આશા નથી, તેણે પિતાની નિર્દોષતાવિ સાક્ષી આપવાને સૂર્ય (દેવતા)ને અરજ કરવી. “જેઓ સહવારની રાહ જોઈ બેસે છે તેમનાં કરતાં પણ વધારે આલુરતાથી મારો આતમા તેને માટે વાટ જોઈ બેઠા છે. બેબલમાંનું ભજન ૧૩૦ મું.
આ પૂર્ણ સ્વાભાવિક વિકારોમાંના દરેકવિષે ખુલામ કરે તેવાં થોડાંક વાકયો હવે આપણે તપાસી જોઈએ. સૂર્યને જે સવિત કરી નામ આપ્યું છે, તે નામનો અર્થ જ જીવંત કરનાર થાય છે, તથા સૂર્યનું “પ્રસવતા જવાના, એટલે મનુષ્યને સજીવન કરનાર, એવું નામ પડયું છે.
ઋગવેદના ૮૭, ૨૩, ૧ માં આપણે વાંચિયે છિ:-સૂર્ય ઉગેછે, સુખદાતા, સર્વજોનાર મનુષ્ય માત્રને માટે એકજ; જે મિત્ર અને વરૂણની આંખ છે, અને તે દેવ જેણે અંધકારને જેમ ચામડાનો વીટો વાળે તેમ વાળી મુક્યું છે.
વળી ઋગર (૭, ૩, ૪) માં લખ્યું છે તે તેજસ્વી (સૂર્ય) બહોળે પ્રકાશ આપતે આકાશવિશે ઉગે છે; અને પ્રકાશ ભર્યો પિતાના દૂરના કામઉપર જાય છે. હવે માંનસે પણ એ સૂર્યથી હથિયારી પકડીને પોતાને સ્થાને અને પિતાને કામે જવું જોઈએ.
વળી બીજાં મંત્રમાં (૭, ૬૦, ૨,) સૂર્યની આ ઉપમાથી આરાધના કરવામાં આવે છે એમ જણાય છે :- દરેક વસ્તુ, જે ગમન કરે છે અથવા સ્થીર ઉભી રહે છે, જે સઘળું હયાત છે. તેનો એ રક્ષણકર્તા છે.
વારંવાર સર્યની સઘળું જોવાની શક્તિ વિષે પણ ઇશારો કરવામાં આવ્યો છે. સર્વવ્યાપક સર્યને દેખી તારાઓ તો ચાર પેઠે નાસી જાય છે. તે મનુષ્ય વસ્તીમાં ભલાં તેમજ ભુંડાને જાય છે. જે વિશ્વ માત્ર જાવે છે, તે વળી મનુષ્યના મનવિશે જે જે વિચારો હોય તે પણ જાણે છે.
સૂર્ય પ્રત્યેક વસ્તુ જીવે છે અને જાણે છે તેથી તેણે એકલાએ જ માત્ર જોયું છે અને જાણે છે, તે ક્ષમા કરવા તથા ભુલી જવાને માટે તેને વિનવવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com