________________
(૧૯) એથી ઉલટ, પૂશન્ સદા એક હલકી પદ્ધિ ધરાવે છે. પૂ. શત્ એ પૂર્વે ભરવાડને દેખાતા સૂર્યનું નામ હતું. તેના ઘોડા, જે વેદ કવિને દાખલો પકડી આપણે તેમની જ રીત પ્રમાણે બેલિયે તો, બકરા છે. એક પરાણે તે પિતાના રાજદંડ દાખલ હાથમાં રાખે છે અને વળી એક સોનાની વાષી (ખંજર) રાખે છે. સૂર્ય, જે સહવારના સૂર્ય અથવા અરૂણોદયનું એક દેવી તરીકે ગણેલું નામ છે, તે પૂશ ની બેહન અથવા પ્રિયા છે; અને બીજા સૂર્યમંડળના દેવતા પેઠે તે પણ આખા વિશ્વને જુવે છે.
આદિત્ય, જે પાછલા વખતમાં સૂર્યનું એક ઘણું સાધારણ નામ થઈ પડયું છે, તે વેદમાં મુખ્યકરી ઘણાક સૂર્ય દેવતાઓનાં એક સામાન્ય નામદાખલ વપરાતું હતું. હું તેમને સૂર્યમંડળને લગતા કરી કહું છું, કારણ, જોકે ફેસરોથ ધારે છે કે તેઓ માત્ર નીતિવિદ્યાની કલ્પના છે, તે પણ કેટલાંક વેદના સકતામાં તેઓ પિતાને સૂર્ય સાથેનો આગલો સંબંધ સ્પષ્ટ રીતે દેખાડે છે. એમ જોતાં સૂર્ય એ આદિત્ય છે, સવિત એ આદિ છે, અને મિત્ર એ પણ આદિત્ય છે. અને આદિવ્ય એ શબ્દ જ્યારે એકલો આવે, મુખ્યત્વે કરી ઋગવેદના પાછલા ભાગમાં, ત્યારે ઘણું કરી તેનો અર્થ માત્ર સૂર્ય કરી થઈ શકે. આ સઘળું સમજી શકાય તેવું છે, અને બીજા ધર્મ અને તેમની પૂરાણોક્ત કથાના અભ્યાસને લીધે એ સઘળું આપણા મનમાં રમી રહેલું છે.
સૂર્ય એક અદ્ભુત શક્તિ દાખલ.
તે પણ બીજી જગ્યાએ વેદના કવિયોની ઢ૫ બદલાય છે. સૂર્ય માત્ર એક પ્રકાશિત દેવ, જે આકાશવિશે પોતાનું નિત્ય રોજનું કામ કર્યું જાય છે, એટલું જ નહિ પણ એથી બહુ વધારે કામ કરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com