________________
(૧૨) જુદા ધમાનાં મૂળ, એટલે જે અસલ ખ્યાલોથી તેમનો પાયો રચાય છે, અને તે સઘળાંની પૂર્વે જે અનંત છે, તે વિષેનો ખ્યાલ કેવી રીતે ખીલવવાને શકિતમાન થયા હશે, તે શોધી કાઢવાની પેરવી કરી, ધર્મના મૂળ સંબંધી સવાલ ઉપર લક્ષ આપ્યું; જેમ કરૂ વામાં એક કોરે ઈક્રિયજ્ઞાન અને બીજી કોરે સૃષ્ટિ આપણી આસપાસ ઊભી છે તે બે સિવાય કાંઈ ત્રીજી વાત આગળથી સ્વિકારી નહિ.
આ બે વિદ્યાઓમાં એક બીજું મળતાપણું છે. એને સારી પેઠે જાણીતું છે કે ભાષામાં સદા વધવાને અને વિસ્તાર પામવાને ગુણ છે, અને વિસ્તાર પામતી વેળા જે વાત અવશ્ય છે કે જે જે વપરાઇ રહેલું અને અપભ્રંશ થયેલું, તે સઘળું કાઢી નાખવું, તેજ પ્રમાણે ધર્મને ઇતિહાસ પણ સદાનો વધારો અને વિસ્તાર દેખા
તો આવ્યો છે, અને તેની આખી હયાતીજ ભ્રષ્ટ થયેલાં તને તજી દેવામાં જ સમાયેલી છે, જેમ થવું અવશ્યનું છે; કારણ, જે કાંઈ હજી નરેગ અને સજીવ છે, તે વધારે સારી રીતે જળવાઈ રહે, અને તે જ વખતે વળી જે અખૂટ ભંડારમાંથી સઘળા ધર્મ નિકળે છે તેમાંથી નવી વળાણોને આવવાને માર્ગ મળે. જે ધર્મ અવિકારી, તે જાણે કોઈ બેલાતી બંધ પડેલી ભાષા જેવો છે, જે ભાષા થોડોક વખત પિતાને પૂર્ણ અમલ ચલાવે છે, પણ છેલે સરવાળે લૈકિક ભાષાના બેમાલુમ સંબંધથી તથા લેકમત, જેને વારંવાર ઈશ્વરનું પિતાનું મત કેહવામાં આવ્યું છે, તેથી તે ભાષાને બળાત્યારે હાંકી કાઢવામાં આવે છે.
વળી કોઈપણ “સહજન્મ-ભાષા” એવું નામ હવે વધારે વાર બોલતું નથી–કારણ એ વાકયનો શો અર્થ કરવો તે આપણે ભાગ્યેજ જાણિય–તે જ પ્રમાણે એવો પણ વખત આવશે જ્યારે “સહજન્મ-ધર્મ” એમ બેલવું તે પણ આવી જ રીતે નહિ સમજાય તેવું પ્રમાણ થઈ પડશે. આપણે હવે જાણિયે છિયે કે એક મનુષ્ય પોતાના મેં ઉપરના પરસેવાથી (શ્રમથી) દરેક વસ્તુ ઝીલવાની છે, તે પણ આપણે એ પણ જાણિયે છિયે કે જ્યાં જ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com