________________
(૧૦૧) બીજું એ કે બીજી સઘળી ભાષાઓ હિખીમાંથી જ નિકળેલી જોઈએ. ગ્રીક અને લાલિન, કેચ અને ઈગ્રેજી એ સઘળી ભાષાઓ હિસ્ટ્રીમાંથી નિકળી છે એવું સિદ્ધ કરવા સ્થૂલ પુસ્તકો રચવામાં જે વિદ્વતા અને ચતુરાઈ વપરાઈ છે તે કાંઈ વિલક્ષણ વાત છે. તે પણ જ્યારે એવું જણાયું કે ગમે તેમ તાણતુશીને હિસ્ટ્રી પાસે એવું મનાવી ન શકાયું કે હું આ સઘળી ગુણક્ષીણ પુત્રીની માતા છું,' ત્યારે આ ફરીફરી કરેલા યત્નોનું પરિણામ નિષ્ફળતામાં જ આવવાથી મનુષ્ય ભાષાનાં મૂળ અને વૃદ્ધિના સંબંધમાં સઘળીમળી આવતી સાક્ષીનો નિપક્ષપાત સંગ્રહ કરી, એકવાર ફરી તપાસ લંબાવવી અવની લાગી. આ સંગ્રહ, જેને આપણે ભાષાને ઇતિહાસમાગે ચલાવેલો અભ્યાસ કહિયે છિયે, તે ઉપરથી તુરત દુનિયાનો મુખ્ય ભાષાની જાતિ પ્રમાણે વર્ગ કિધામાં આવ્યા, જેમ કરતાં હિન્રીને તેની ખરી જગ્યા બીજી સેમિતિક ભાષાઓની બાજુએ મળી; અને ભાષાના મૂળના સવાલે તે એક કેવળ નવાજ સવાલનું રૂપ લીધું, તે એકે, મનુષ્ય ભાષાની મોટી શાખાઓમાંની પ્રત્યેકમાં જે ધાતુ અને અસલ વિચારો આવેલા છે તેમનાં મૂળ શું? ભાષાવિદ્યાને દાખલો લઈ તપાસતાં ધર્મવિદ્યાના અભ્યાસિ પણ એને ઘણેએક મળતે પરિણામે પહોંચ્યા. દુનિયાના ધમાં કાંતો પાહુદી ધર્મના અપભ્રંશ છે કાંતે યાહુદી ધર્મની સાથે કોઈ પૂર્ણ પ્રથમકટિકરણમાંથી નિકળ્યા છે, (ધર્મજ્ઞાન ઈશ્વર તરફથી પ્રથમ કોઈ માર્ગ પ્રકટથયું) એવા તેઓવિષે આગળ થીજ વિચાર બાંધીને તે ધર્મનો અભ્યાસ આરંભવાને બદલે, ઉપલા અભ્યાસિયોએ દીઠું કે એ તે અમારો ધર્મ છે કે દુનિયાનાં ધર્મપુસ્તકોમાં, અથવા જુદી જુદી મનુષ્યજાતિનાં પુરાણત ઇતિહાસ, રીતભાત અથવા વળી ભાષામાં પણ ધર્મવિચારને અસલ ઇતિહાસ જે કાંઈ આજ સુધી મળી આવે, તે સંબંધી સઘળી સાક્ષી એકઠી કરવી. ત્યારપછી જેટલા સાહિત્ય આજ સુધી એકઠા થયા છે તેનો તેઓએ એક જાતિ પ્રમાણાર્થે કોઠો કર્યો, અને ત્યાર પછી જ તેઓએ જુદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com