________________
અસ્ત પામ્યો છે, તેમ તેઓ (આપણું પૂર્વ) બોલતા તથા માનતા હતા, કે જેઓ આ ભવ પસાર કરી ગયા છે તેઓ પશ્ચિમ તરફ જ્યાં સૂર્ય અસ્ત પામે છે તે તરફ જશે. સૂર્ય સવારે જન્મીને સાંજે મરણ પામે છે, એવું ધારવામાં આવતું હતું; અથવા જો કોઈ પણ વધારે લાંબી હયાતી તેને આપવામાં આવી હોય, તે તે એક વર્ષની ટુંકી મુદત હતી. આ મુદતને છે. સૂર્ય મરણ પામતો હતા, જેમ આપણે હજી પણ કહિયે છિયે કે જુનું વર્ષ મરણ પામે છે.
અમરપણું (અમૃત.)
આ કલ્પનાઓડે બીજી ઉભી થાય. જેમ અજવાળું અને જીદગી પૂર્વતરફથી આવે છે તેમ પૂર્વદિશા પ્રાચિનકાળની ઘણીક પ્રજામાં પ્રકાશીત દેવાનું રહેઠાણ તથા અમર આત્માઓનુ સદાકાળનું ઘર ગણાતી હતી. અને જ્યારે એક વખત એવો વિચાર ઉ. પન્ન થયો કે મનુષ્ય દેહમાંથી મુકત થયેલા અથવા સુગતિને પામેલા લોકે દેવમંડળમાં જઈ મળે છે, ત્યારે વળી તેઓને પૂર્વ દિશા તરફ ગયેલા વિચારવામાં આવી શકે.
આવા કોઈક અર્થમાં અદિતિ “અમર આત્માઓની જન્મભૂમી' કેહવાયેલી આપણને જણાય છે; અને એ જ અર્થે વેદના કવિયોમાંહેનો એક ગાય છે કે “કોણ અમને પેલી મહાન અદિતિને પાછા હવાલે કરશે ; કે પિતા અને માતાને જોઉં ? જે પ્રમાણે અમરપણાનું આ જ્ઞાન ઈદગીના રોજીંદા સાધારણ બનાવોએ ચાર્યું, અને મનુષ્યઅંતઃકરણના ડહાપણુ બળે, કોઈની મદદ લીધા વિના સમજાવ્યું, તેઉપર જો ફરો વિચાર કરિયે, તે આપણને શું અમરપણા વિષે આ એક સુંદર સાદી અને પુર્ણ સ્વાભાવિક સૂચના લાગે નહી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com