________________
જે મોટી શિક્ષા વેદ આપણને આપે છે તે આ છે ! આપણા સઘળા અને વળી દેખીતી રીતે ઘણાજ માનસિક વિચારોનાં પણ આદિ મૂળ, આપણી ઈદ્રિયો સન્મુખ બનતા નિત્ય બનાવોમાં છે. શ્રદ્ધા એ કાંઈજ નથી કે જેનું જ્ઞાન પ્રથમ ઇદ્રની જાણમાં ન આવતું હોય, માનસ કદાચ સૃષ્ટિના આ અવાજોનો થોડોવાર અનાદર કરે; પણ જ્યાં સુધી તેઓ ઉપર ધ્યાન આપવામાં નહિ આવે, ત્યાં સુધી તેઓ ફરી ફરી દિવસે અને રાતે આવે છે; અને એકવાર ધ્યાન આપ્યા પછી, આ અવાજેનો ભાવાર્થ વધારે અને સ્પષ્ટ થાય છે, અને જે પ્રથમ માત્ર સૂર્યોદય હતું તે અંતે અનંતનું દેખીતું રૂપ થયું. બીજા હાથ ઉપર સૂર્યાસ્ત, અમરપણાની પેહલી જંખના (છાયા)ના રૂપમાં ફેરવાઈ ગયો.
વેદમાંના બીજા ધર્મ વિચારો.
જે વિચારો આપણને આટલા બધા માનસિક અને આટલા બધા કૃત્રિમ જણાય છે કે મનુષ્ય વિચારની અતિપ્રાચીન થિતિને લગતા તેઓને ઠરાવવા ઘણા કઠણ દેખાય છે; પણ જેઓ વિષે જો વેદને અનુસરી અભિપ્રાય આપિયે તે એમ કહી શકાય, કે બુદ્ધિના ઉધાનના પહલાજ ઉછાળામાં માનસના દીલમાં તેઓ જઈ વસ્યાહતા, તેઓમાંના એક વધારેની તપાસ લઈએ. વેદ જેટલું પુરાતન છે તે કરતાં તેને વધારે પુરાતન કરાવવાનો મારો હેતુ નથી. તેની પૂર્વગ સ્થિતિને અપાર દેખાવ હું સારી પેઠે જાણું છું. તેમાં અકેકમાં અકેક ભેરવાયેલી કડી એટલી છે કે આપણેથી ગણાતી પણ નથી. અને મનુષ્યવિચારની આ લાંબી, ધીમી વદ્ધિ થતી જોઈને આપણે આશ્ચર્યમાં ગરક થઈયે છિયે. પણ આપણને તેમાં જે ઘણુંક અર્વાચીન જેવું લાગે છે તેની જ પાસે ઘણુક માચીન અને પ્રથમ જેવું પણ લાગે છે. અને હું ધારું છું કે પ્રાચીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com