________________
૫૬
એટલે તે પાટલિપુત્રનો નહીં પણ કાન્યકુજ્જન હોવો જોઈએ; આ ભૂમિકા અવાયની છે. ત્યાર પછી તેના મગજના ખાનામાં તેની સ્મૃતિ સ્થિર થઈ જશે.
ધારણું : કોઈ વસ્તુને નિશ્ચય કરી લીધા પછી મનમાં તે સ્થિર થઈ જવી, એ ધારણા છે. કેવળ અવાય-નિશ્ચયથી કામ ચાલતું નથી. ઠેઠ ઘારણા સુધી તેનો પુરુષાર્થ થાય તો જ તે સ્મૃતિરૂપે ટકી શકે અને તેનું પુનઃસ્મરણ થઈ શકે. કેઈકે કબાટ ઉઘાડ્યો એટલેથી કામ પતતું નથી; પણ કબાટ ઉઘાડયા પછી વસ્તુને યથાસ્થાને મૂક્યા સિવાય કબાટ ઉઘાડવાથી ફાયદે શું ? અવાય સુધી અમૂક કબાટને જ ઉધાડો એ નકકી થાય છે પણ સ્મૃતિને કબાટ ઉધાડીને સ્મરણીય વસ્તુને યથાસ્થાને મૂકવી એ ધારણાનું કાર્ય છે.
ધારણાને સરળ અર્થ એ થાય છે કે સ્મૃતિના ખાનામાં સ્મરણીય વસ્તુઓ મૂકવી-ગોઠવવી જે માણસ દઢ નિશ્ચય કરે કે મારે આટલું યાદ કર્યા સિવાય ઊઠવું નથી તો તેને તે વસ્તુ જરૂર યાદ રહેશે.
કેટલીક વખત ધારણ કર્યા છતાં તે વસ્તુ યાદ આવતી નથી. ત્યારે માણસ માથા ઉપર હાથ રાખીને તેને યાદ કરવાનો પ્રયત્ન કરતો હોય છે. એને અર્થ એ થયો કે તે એ વસ્તુને સ્મૃતિના ભંડારમાંથી બહાર કાઢવા મથે છે. ઘણી વાર ભૂલાઈ ગયેલી વાત અચાનક યાદ આવી જાય છે. પરીક્ષાના સમયે ઘણા વિદ્યાર્થીઓ ઉદાસ થતા દેખાય છે; કારણ કે તેમને કશું યે યાદ હેતું નથી. એમ પણ થાય કે આ પરીક્ષા શું આપશે. પણ, પરીક્ષા આપતી વખતે તેમની સ્મૃતિ એકાએક જાગૃત થઈ જાય છે. તેમને ભૂલાયેલી બધી વસ્તુ એકાએક યાદ આવી જાય છે. સ્મૃતિનાં પડળો નીકળી જાય છે. એને ઘણા લોકો દેવ-દેવીને પ્રસાદ, કે માનતાને ચમત્કાર માને છે. ખરી રીતે તે એ તેમની સુદઢ ધારણાને જ ચમત્કાર છે. વિષયને સુનિશ્ચિત કર્યા બાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com